Aapnu Gujarat
ગુજરાત

કડીની હોસ્ટેલમાં રહેતી છાત્રા પર દુષ્કર્મ

કડીની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી અને હોસ્ટેલમાંથી શાળાએ જઇ રહેલી ધોરણ-૮ની ૧૩ વર્ષની છાત્રાને તેના જ ગામના યુવકે જાનથી મારી નાખવાની ધમકી આપી ગાડીમાં બેસાડી કેનાલ ઉપર લઇ ગયો હતો. જ્યાં ગાડીમાં જ દુષ્કર્મ આચારી અજાણ્યા ગામે મહિલાના ઘરે ઉતારી ૨૪ કલાક ગોંધી રાખી હતી. બીજા દિવસે બાઇક ઉપર લઇ જઇ ધોળકા ખાતે ઉતારી દીધી હતી. આ મામલે પિતા દ્વારા કડી પોલીસ મથકે ગામના યુવક વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
દુષ્કર્મ આચારી યુવક ગાડીમાં જ કિશોરીનું અપહરણ કરી લઇ જઇ અજાણ્યા ગામે એક બેનના ઘરે કિશોરીને ઉતારી નિકળી ગયો હતો. બીજા દિવસે યુવક અજાણી મહિલાના ઘરે બાઈક લઇને આવી કિશોરીને બેસાડી ધોળકા ઉતારી ભાગી છુટયો હતો. આ સમગ્ર બનાવની હકીકત કિશોરી દ્વારા ઘરે જઇને પરિવારજનોને જણાવતા કિશોરી સાથે પિતા કડી પોલીસ મથકે દોડી આવી પોતાના ગામના યુવક વિરુધ્ધ તેમની કિશોરીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી શાળાએથી અપહરણ કરી લઇ જઇ રસ્તામાં દુષ્કર્મ આચારી ૨૪ કલાક અજાણ્યા ગામે એક મહિલાન ઘરે ગોંધી રાખવા બાબતે ફરિયાદ નોંધાવતા કડી પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો અંતર્ગત ફરુિાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છેકે કિશોરીએ આરોપી તરીકે જે યુવકનું નામ જાહેર કરવામાં આવ્યું છે તે પણ કદાચ (કિશોર)જુવેનાઇલ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આ બાબતની પુષ્ટી કરવા અને યુવકને ઝડપી પાડવા રવાના થઇ ગઇ છે ત્યારે યુવકની ઉંમરની ખાત્રી થયા બાદ જ નામ જાહેર કરવામાં આવશે.

Related posts

સંતરામપુરના MLA ડો.કુબેરભાઈ ડીંડોર રાજ્યકક્ષાના મંત્રી બનતા સમર્થકોમાં ખુશી

editor

१ से १४ अगस्त के दौरान हेरिटेज सीटी कार्यक्रम को लेकर विभिन्न आयोजन होगे

aapnugujarat

મુડેટી ગામમાં સ્ટેટ રિસર્વ પોલીસ દ્વારા પર્યાવરણ રક્ષણ હેતુ રેલી યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1