Aapnu Gujarat
ગુજરાત

અમરેલી જિલ્લાની પાંચ બેઠકો પર ભગવો લહેરાયો

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની તમામ બેઠકોનું લભભગ પરિણામ આવી ચૂક્યું છે અને ભાજપે રેકોર્ડ બ્રેક જીત નોંધાવી છે. પ્રાપ્ત પ્રાથમિક અહેવાલો મુજબ ૧૮૨ બેઠકોની વિધાનસભામાં ભાજપે ૧૫૬ બેઠકો પર ભગવો લહેરાવ્યો છે. ભાજપની આ સુનામીમાં કોંગ્રેસ અને આપ બંનેનો સપાયો થઈ ગયો છે. જોકે તેમાં સૌથી વધુ નોંધ એ બાબતની છે કે ૨૦૧૭માં જે બેઠકો કોંગ્રેસ પાસે હતી અને કોંગ્રેસ જેને પોતાની સુરક્ષિત બેઠકો માનતી હતી તેને પણ બચાવી શકી નથી. જેમ કે અમરેલી જીલ્લાની તમામ પાંચ બેઠકો જે ૨૦૧૭માં કોંગ્રેસના ફાળે હતી તેમાંથી એક પણ બેઠક બચાવી શક્યું નથી.
અમરેલી જીલ્લાની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા આ તમામ બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું છે. જે પૈકી હાઈવોલ્ટેજ કહી શકાય તેવી અમરેલી બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર અને વિધાનસબાના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, રાજુલાના અંબરિષ ડેર અને લાઠીના વિરજી ઠુમ્મર સહિતના નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે.
૨૦૧૭માં કોંગ્રેસે જીલ્લાની તમામ પાંચ બેઠકો પર ક્લીન સ્વીપ કરી હતી જોકે પાંચ જ વર્ષમાં સમગ્ર ચિત્ર પલટાઈ ગયું હતું અને ભાજપે કોંગ્રેસના ગઢ બનેલા અમરેલીના કાંગરા ખેરવી નાખ્યા હતા.
૨૦૧૭માં પાટીદાર અનામત આંદોલનની આગમાં અમરેલી જિલ્લાની તમામ બેઠકો પરથી ભાજપના સૂપડા સાફ થયા હતા. જોકે ત્યારબાદ ભાજપે મીશન ઉપાડ્યું હોય તેમ ધારીના કોંગ્રેસના ધારાસભ્ય જેવી કાવડીયાએ ૨૦૨૦માં જ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં જોડાયા હતા અને ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપ્યું હતું. જે બાદ પેટા ચૂંટણીમાં ભાજપે જે.વી. કાવડીયાને ટિકિટ આપી હતી અને વિજય મેળવ્યો હતો.
ત્યારે હવે બાકી રહેલી ચાર બેઠકો પણ ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી. મહત્વનું છે કે અમરેલીની તમામ બેઠકો પૈકી એક માત્ર રાજુલા બેઠક પર જ અંતિમ રાઉન્ડ સુધી રસાકસી રહી હતી. જોકે છેલ્લે અંતર વધી જતા અંબરિષ ડેરે અંતે હાર માની લીધી હતી અને મતગણતરી કેન્દ્ર પરથી પહેલા જ ચાલતી પકડી હતી.
અમરેલી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર કુલ ૧૨ લાખ ૫૯ હજાર ૪૮૧ મતદારો નોંધાયેલા છે. જેમાંના ૭ લાખ ૧૫ હજાર ૧૬૩ મતદારોએ ૧ ડીસેમ્બરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પાંચ બેઠક પર સરેરાશ મતદાનની વાત કરીએ તો, ૨૦૧૭ની સરખામણીએ ૫ ટકા ઓછું મતદાન નોંધાયું છે. ૨૦૧૭માં અહીં સરેરાશ ૬૧.૮૪ ટકા મતદાન થયું હતું અને ૨૦૨૨માં સરેરાશ ૫૬.૭૮ મતદાન થયું છે. બેઠક વાઈઝ ૨૦૧૭ અને ૨૦૨૨માં થયેલા મતદાનની ટકાવારી નીચે મુજબ છે.

Related posts

હવામાન વિભાગે સપ્ટેમ્બરમાં સારા વરસાદની આગાહી કરી

aapnugujarat

પંચમહાલમાં રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે ધ્વજ વંદન કરાયું

editor

રાજકોટમાં ઓક્સિજનની અછત

editor

Leave a Comment

UA-96247877-1