Aapnu Gujarat
ગુજરાત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્‌વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો

ગુજરાત અને હિમાચલ વિધાનસભા ચૂંટણીના પરિણામ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ ગુજરાતમાં ભાજપની રેકોર્ડ જીત પર કહ્યું- ’ધન્યવાદ ગુજરાત. અભૂતપૂર્વ ચૂંટણી પરિણામો જોઈને હું ભાવનાઓથી અભિભૂત છું. લોકોએ વિકાસની રાજનીતિને આશીર્વાદ આપ્યા સાથે ઈચ્છા વ્યક્ત કરી છે કે આ ગતિ વધુ ઝડપે ચાલતી રહે. હું ગુજરાતની જન શક્તિને નમન કરુ છું.’પીએમ મોદીએ હિમાચલની જનતાનો પણ આભાર માન્યો છે. તેમણે કહ્યું, ’હું હિમાચલ પ્રદેશની જનતાને ભાજપ પ્રત્યે સ્નેહ અને સમર્થન માટે ધન્યવાદ આપુ છું. અમે આવનારા સમયમાં રાજ્યની આકાંક્ષાઓ પૂરી કરવા અને લોકોના મુદ્દાને ઉઠાવવા માટે કામ કરતા રહીશું.’
ગુજરાતમાં ભાજપ ઈતિહાસ રચીને સત્તામાં વાપસી કરી રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે ભાજપે ૧૮૨ વિધાનસભા સીટમાંથી ૧૨૬ સીટ જીતી લીધી છે અને ૩૦ સીટ પર આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસનું ગુજરાતના ચૂંટણી ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું છે. કોંગ્રેસને વિપક્ષનો દરજ્જો મળે એટલી સીટો પણ મળી રહી નથી. કોંગ્રેસ ૧૭ સીટો પર આગળ ચાલી રહી છે. તો આમ આદમી પાર્ટીને માત્ર પાંચ સીટ મળી રહી છે. ભાજપની ભવ્ય જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી રહી છે. જીત બાદ કમલમમાં પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢા મીઠા કરાવ્યા હતા. ૧૨ ડિસેમ્બરના રોજ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરાઈ છે. ગુજરાતમાં ભાજપના ભવ્ય જીતના પરચમ લહેરાવનાર સીઆર પાટીલે જાહેરાત કરી કે, ૧૨ ડિસેમ્બરે, સોમવારે ગાંધીનગરમાં બપોરે ૨ વાગે હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાશે. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં હાજર રહેશે. ૧૨મીએ ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી પદના શપથ લેશે.

Related posts

સેટેલાઇટ ગેંગરેપ : પીડિતાએ ફરી કોર્ટમાં અરજી કરી

aapnugujarat

રાજસ્થાનથી ગુજરાત રાજ્યમાં દારુની રેલમછેલ

aapnugujarat

પ્રદૂષણ ફેલાવતાં ઔદ્યોગિક એકમમાં અમદાવાદ મોખરે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1