Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા શહેરની અન અધિકૃત ઇમારતનુ પ્રકરણ ટાઉન પ્લાનીંગ કમિટીને સોંપ્યું

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલ ઇમારત ગેરકાયદેસર બાંધકામ સહિત B.U પરમિશન તથા ફાયર સેફ્ટીની પરમિશન વગર જ અનેક દુકાનો વેચાણ કરી કોમ્પલેક્ષ ધમધમતુ થયુ છે તેવામાં આ મામલે નગરપાલિકા દ્વારા સ્થળ તપાસ કરતા ઉભી કરાયેલી ઇમારતનો પ્લાનીંગ પાસ થયેલ નક્શા ઇમારત મુજબ ઉભી નહિ હોવાનુ જાણવા મળતા અને નિયમોના વિરુધ્ધ બાંધકામ કરી અનેક દુકાનો વેચાણ કરી હોવાનુ ખુલવા પામતા ઇમારતના માલિક અને રાજકીય વગર ધરાવતા વાઘજીભાઇ પટેલને ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા અનેક વખત નોટીસો પાઠવી હતી પરંતુ રાજકીય નશામાં ચકચુર માલિક દ્વારા સંતોષકારક પ્રતિઉત્તર નહિ આપતા અંતે નગરપાલિકા દ્વારા ગત 4 ઓક્ટોબરના રોજ સાત દિવસની સમય મયાઁદામા ઇમારતના માલિક વાઘજીભાઇ પટેલને જરુરી પુરાવા લઇ હાજર થવા લેખીત ફરમાન કરાયુ હતુ જોકે રાજકીય વગરદારના પાવરથી નગરપાલિકાની અંતિમ નોટીસને પણ ઘોળીને પી ગયા હતા . આ તરફ નગરપાલિકા દ્વારા આપેલ સમય મયાઁદા પુણઁ થતા હવે રાજકીય વગ ધરાવનાર ઇમારતના માલિક સામે નગરપાલિકા કેવા પ્રકારની કાયઁવાહી કરશે તે મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઇ શેખ દ્વારા જણાવાયુ હતુ કે આ સમગ્ર મામલાને ટાઉનપ્લાનીંગ કમિટીમાં મુકવામાં આવશે અને આ કમિટી જે નિણઁય કરશે તે નિણઁય યોગ્ય સમજી વધુ કાયઁવાહી કરવામા આવશે.

Related posts

વડોદરા જિલ્લા કલેકટરશ્રીએ સરકારી કચેરીઓને સોલર રૂક ટોપ સિસ્ટમ અપનાવવા કર્યો અનુરોધ

aapnugujarat

रामरहीम टेकरा पर गैरकानूनी बिजली कनेक्शन के करन्ट से युवती की मौत

aapnugujarat

બોટાદ SP અને DYSPના નેતૃત્વમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયુ

editor

Leave a Comment

UA-96247877-1