Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લા કલેકટરશ્રીએ સરકારી કચેરીઓને સોલર રૂક ટોપ સિસ્ટમ અપનાવવા કર્યો અનુરોધ

 વડોદરા જિલ્લા સંકલન સમિતિની ધારાસભા હોલ ખાતે મળેલ બેઠકમાં અધ્યક્ષ અને કલેકટરશ્રી પી.ભારતીએ જિલ્લા કચેરીઓના વડાઓને આગામી ચોમાસાની ઋતુ દરમિયાન તંત્રને સજ્જ અને સતર્ક રહેવા સૂચના આપી. આ ઉપરાંત ગ્રીન એનર્જીના વિકાસ માટે રૂક ટોપ સોલર સિસ્ટમ અને બેટરી ઓપરેટેડ સ્કૂટરના વપરાશમાં જાગરૂકતા લાવવા અનુરોધ કર્યો હતો, અને સરકારી કચેરીઓમાં પણ રૂક ટોપ સોલર સિસ્ટમ લગાવવા સૂચન કર્યુ હતું.  સમા સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ શિબિરમાં ભાગ લેવા સુચન કર્યુ હતું. જન સુનાવણી કાર્યક્રમના માધ્યમથી સરકારની યોજનાઓના અમલકર્તા ખાતાઓ દ્વારા લોકો સુધી યોજનાઓની માહીતી પહોંચે. પૂર્ણ થયેલા કાર્યોથી લાભાન્વિતોને થયેલ અસર તથા નવા કેવા પ્રકારના કાર્યો અપેક્ષિત છે વગેરે મુદ્દા અંગે જિલ્લા વિકાસ અધિકારી ડૉ. સૌરભ પારધી,જિલ્લા પોલીસ વડા ડૉ. સૌરભ તોલંબિયા, નિવાસી અધિક કલેકટર શ્રી દવે તથા ઉપસ્થિત અધિકારીઓએ પરામર્શ કરી જન સુનાવણી કાર્યક્રમની રૂપરેખા સ્પષ્ટ કરી હતી.  

Related posts

सौराष्ट्र और दक्षिण गुजरात में लगातार भारी बारिश जारी रही

aapnugujarat

હિંદુ સમાજ ઢોંગી નંબર-૧, સ્વાર્થ માટે ગૌ માતાની જય બોલાવે છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

aapnugujarat

રાજદ્રોહ કેસ : હાર્દિક સામે જામીનપાત્ર વોરંટ જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1