Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગર ખાતે ‘માનસિક આરોગ્ય દિવસ’ની અનોખી ઉજવણી

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર શહેરમાં “માનસિક આરોગ્ય પખવાડિયા ઉજવણી” અને “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ”ની ઉજવણીના ભાગરૂપે જિલ્લા એન.સી.ડી.સેલ-સુરેન્દ્રનગર અને આશિર્વાદ વિકલાંગ ટ્રસ્ટ-સાયલાના સંયુકત ઉપક્રમે વિવિધ પ્રકારની માનસિક બિમારીઓની સમાજના જુદા-જુદા સમુદાયોમાં જન-જાગૃતિ કેળવવા સાથે માનસિક બિમારીનો સ્વીકાર કરી સારવાર માટે આગળ આવી શકે તે માટે મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ-સુરેન્દ્રનગર ખાતે તાજેતરમાં ખાસ ચિત્ર-પ્રદર્શન યોજાયું હતું.

આ કાર્યક્રમમાં સરકારી જનરલ નર્સિંગ સ્કુલ, સુરેન્દ્રનગરના ૬૨ વિધાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારની માનસિક બિમારીઓને લગતા માનસિક રોગો વિશેની થીમ ઉપર ૨૦૦ પ્રકારની વિવિધ ચિત્ર-કૃતિઓ રજુ કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર શહેરની જુદી-જુદી શાળાના આશરે ૩૫૦ થી વધુ વિધાર્થીઓ તેમજ ઓ.પી.ડી.ખાતે આવતા વિવિધ દર્દીઓ સાથેના સગા અને જાહેર જનતા દ્વારા સમગ્ર ચિત્ર-પ્રદર્શન નિહાળી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ ચિત્ર-પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવેલ ચિત્ર-કૃતિઓમાંથી પ્રથમ, બીજો અને ત્રીજો ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો.એચ.એમ.વેસેટીયન, સાઇકિયાટ્રિસ્ટ ડો.હરીતાબેન દરજી અને ડો.રીમાબેન વસાણીના હસ્તે શિલ્ડ-ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. સમગ્ર ચિત્ર-પ્રદર્શન કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા એન.સી.ડી.સેલ-સુરેન્દ્રનગરના મયુરભાઈ સોલંકી, ધર્મેન્દ્રભાઈ સોલંકી, વિકાસભાઈ મેર તથા હોસ્પિટલ સ્ટાફ ગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ ઉપરાંત “માનસિક આરોગ્ય પખવાડિયા ઉજવણી” નિમિત્તે વિવિધ પ્રકારની માનસિક બિમારીઓ માટે ઉપાસના વિકલાંગ કેન્દ્ર- સુરેન્દ્રનગર ખાતે નિ:શુલ્ક માનસિક રોગ સંભાળ, નિદાન-સારવાર કેમ્પ પણ યોજાયો હતો. આ કેમ્પનો કુલ ૮૨ દર્દીઓએ લાભ લીધો હતો. આ તમામ દર્દીઓને મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના નિષ્ણાત મનોચિકિત્સક ડો.હરિતા દરજી, સાયકોલોજીસ્ટ, સોશ્યલ વર્કર, કાઉન્સીલર સ્ટાફ સહિતની મેડિકલ/પેરા મેડિકલ ટીમ દ્વારા તણાવ મુક્તિ, આપઘાત નિવારણ, સ્ટ્રેસ મેનેજમેન્ટ વગેરે માટે સવિશેષ કાઉન્સીલીંગ કરી સેવાઓ પૂરી પાડવા સાથે નિ:શુલ્ક દવા પણ વિતરણ કરવામાં આવી હતી.

Related posts

वीएस अस्पताल में नर्स ने बच्ची का पट्टी काटते समय अंगूठा काट दिया

aapnugujarat

તાલાલાના ધારાસભ્ય દ્વારા ગૌ સારવાર કેન્દ્ર શરુ કરાયુ

editor

वडोदरा में 5 इंच बारिश

aapnugujarat

Leave a Comment

UA-96247877-1