Aapnu Gujarat
બ્લોગ

આજકાલ ઓનલાઈનને કારણે આંખોની બિમારીમાં ૫૦ ટકાનો વધારો

સતત મોબાઇલ-લેપ ટોપ સ્ક્રીન સામે જાેવું તે આંખના સ્નાયુ માટે પુશ અપ કરાવવા સમાન છે. તેનાથી ના કેવળ આંખો થાકી જાય છે બલ્કે આંખોમાં બળતરા થવી-માથાનો દુખાવો થવો જેવી સમસ્યા પણ સર્જાય છે. બાળકોને કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમની સમસ્યાનો સામનો કરવો ન પડે માટે તેમને આંખ પટપટાવતા રહેવાની ટેવ પાડો. શક્ય તેટલા મોટા સ્ક્રીનનો ઉપયોગ કરવો હિતાવહ છે. બાળકોને વિટામીન એ તેમજ પ્રોટિન મળે તેવા ખોરાક આપવા જાેઇએ.કોરોનાએ છેલ્લા ૧૫ મહિના કરતાં વધુ સમયથી પગપેસારો કર્યો છે ત્યારથી ‘ન્યૂ નોર્મલ’ હેઠળ દરેક વ્યક્તિની જીવનશૈલીમાં કોઇને કોઇ પરિવર્તન આવી ગયું છે. જેના ભાગરૃપે સ્કૂલ-કોલેજમાં ઓનલાઇન શિક્ષણ તો ઓફિસમાં હવે ઓનલાઇન મીટિંગ ‘ન્યૂ નોર્મલ’નો હિસ્સો થઇ ગયું છે. જાેકે, મોબાઇલ, કમ્પ્યુટરમાં વધારે પડતો સમય આપવાથી હવે ‘કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ’ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત વર્ષે માર્ચમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો ત્યારથી અત્યારસુધી અમદાવાદમાં જ ‘કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ’ના કેસ ૧૦થી ૧૫ ગણા વધી ગયા છે. ‘કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ’માં આંખો ડ્રાય થઇ જવી, આંખો લાલ થવી, આંખોમાં બળતરા થવી, દ્રષ્ટિમાં ઝાંખપ અનુભવવી, કચરો પડયો હોય તેમ આંખો ખૂંચવી, આંખોમાંથી પાણી પડવું, અમુક સમયે લાઇટની સામે જાેવું ના ગમે, આંખો થાકી જવી, આંખોમાં ખંજવાળ થવી, ડબલ વિઝન થવું જેવી વિવિધ સમસ્યાનો સમાવેશ થાય છે. કોરોનાનો સૌપ્રથમ કેસ નોંધાયો તેના અગાઉ બાળકો મોબાઇલ કે લેપટોપ પાછળ વધુ સમય ફાળવતા તો માતા-પિતા તરફથી તેમને ઠપકો મળતો. પરંતુ હવે સિૃથતિ સંપૂર્ણ બદલાઇ ગઇ છે અને બાળકો માટે ઓનલાઇન એજ્યુકેશનના ભાગરૃપે મોબાઇલ-લેપટોપનો ઉપયોગ કર્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ પણ રહ્યો નથી. પરંતુ કમ્પ્યુટર-મોબાઇલમાં વધારે સમય આપવાથી બાળકોમાં આંખોની લગતી સમસ્યામાં પણ સતત વાધારો થયો છે. માત્ર બાળકો જ નહીં વર્ક ફ્રોમ હોમને કારણે મોટી ઉંમરની વ્યક્તિઓને પણ ‘કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ’ની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જાણકારોનું માનવું છે કે, સ્ક્રીન સામે પૂરતું અંતર નહીં રાખવાથી આ પ્રકારની સમસ્યાનો વધારે સામનો કરવો પડતો હોય છે. આ અંગે અમદાવાદના ઓપૃથેલ્મોલોજીસ્ટ ડો. જગદીશ રાણાએ જણાવ્યું કે, ‘કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ ન થાય નહીં માટે સૌપ્રાૃથમ તેના રૃટ કોઝ સુધી જવું જાેઇએ. સામાન્ય રીતે માણસ એક મિનિટમાં ૧૦થી ૧૨ વખત આંખો પટપટાવે છે અને તેનાથી આંખમાં લુબ્રિકેશન સતત થયા કરે છે. આપણી આંખની પાંપણના ઉપરના ભાગે ડાબી તરફ બહારની તરફ આંસુની ગ્રંથી હોય છે. આપણે આંખ પટપટાવીએ એટલે પિચકારીની માફક તેમાંથી પાણી છુટે અને આપણી કીકીની ભીની કરે. ટીવી, મોબાઇલ, લેપટોપ આ બધાના ઉપયોગ વખતે વ્યક્તિ આંખ પટપટાવવાનું ભૂલી જાય છે. જેના કારણે આંખનો ખુલ્લો ભાગ હોય ત્યાંથી આંસુ સૂકાઇ જાય છે અને તેનાથી આંખ ફરી ભીની થતી નથી. વારંવાર ટીયરબ્રેક થવાથી તેના પર આંસું ચોંટે નહીં. આ સમસ્યા નીવારવા માટે આંખને નિયમિત રીતે પટપટાવવી જાેઇએ. પાણી વધારે પીવું જાેઇએ. શરીરમાં જ પાણી નહીં હોય તો આંખમાં ડ્રાયનેસ વધવાની જ છે. ‘

Related posts

प्रकृति का तिसरा नियम

aapnugujarat

કુંભ મેળામાં સફાઈના દાવાની પોલ ખૂલી ગઈ

aapnugujarat

કુંવારા રહેવાથી ડિમેંશિયાનું વધી શકે છે જોખમ..!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1