Aapnu Gujarat
બિઝનેસ

શેરબજારમાં એકદમ કડાકો

બજારમાં સતત ઘટાડો ચાલુ રહેતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો પણ આજે પડીને પાદર થઈ ગયો છે. બેંક નિફટીમાં પણ ૮૦૦ પોઈન્ટનો કડાકો બોલી ગયોહતો. જ્યારે નિફટી મિડકેપ ૧૦૦ ઈન્ડેક્ષ પણ ૪૦૦થી વધુ પોઈન્ટ તૂટ્યો હતો. આજે બજારમાં જાેવા મળેલી ભયંકર મંદીમાં પણ પાવર ગ્રીન કોર્પો., એનટીપીસી, કોલ ઈન્ડિયા, આઈઓસી સહિતની કંપનીઓના શેરોના ભાવમાં ૫ ટકા સુધીનો ઉછાળો રહ્યો હતો. જ્યારે ભારતી એરટેલ, ડેવીસ લેબ, બજાજ ફાય. અને ટેક મહિન્દ્રા જેવી કંપનીના શેરના ભાવ ૫ ટકા સુધી તૂટ્યા હતા. ગત સપ્તાહે સેન્સેક્સે ૬૦,૦૦૦ની સપાટી ઓળંગ્યા બાદ બજારમાં થોડુ ઘણુ કરેકશન આવશે તેવું જાણકારો માની રહ્યાં હતા. પરંતુ એક જ દિવસમાં ૧૨૦૦થી વધુ પોઈન્ટની અફરા-તફરી થઈ જશે તેવી કોઈએ કલ્પના પણ કરી ન હતી. આ લખાય છે ત્યારે સેન્સેકસ ૧૦૦૩ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૦૭૪ અને નિફટી ૨૭૨ પોઈન્ટના કડાકા સાથે ૧૭૫૮૨ પર કામ કાજ કરી રહ્યો છે. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો ૨૨ પૈસાની નબળાઈ સાથે ૭૪.૬ પર ટ્રેડ કરી રહ્યો છે. સામાન્ય રીતે શેરબજારમાં મંદી હોય ત્યારે બુલીયન બજારમાં તેજી રહેતી હોય છે પરંતુ આજે આશ્ર્‌ચર્યજનક રીતે શેરબજાર સાથે બુલીયન બજારમાં પણ કડાકો બોલી ગયો હતો. શેરબજાર ઉપરાંત સોના-ચાંદીના ભાવમાં પણ કડાકા બોલ્યા હતા.ભારતીય શેરબજારમાં છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી વણથંભી તેજીને આજે અચાનક બ્રેક લાગી જવા પામી હતી. ગત સપ્તાહે ૬૦,૦૦૦ની સપાટી ઓળંગી નવુ શિખર સર કરનાર સેન્સેકસ આજે ૧૦૦૦થી વધુ પોઈન્ટ પટકાયો હતો. નિફટી પણ પડીને પાદર થઈ ગઈ હતી. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં પણ જબરૂ ધોવાણ થયું હતું. ઉંચા મથાળે વેંચવાલીનું દબાણ વધવાના કારણે બજારમાં તોતિંગ કડાકો બોલી ગયો હોવાનું મનાઈ રહ્યું છે. ગઈકાલે ઉઘડતા સપ્તાહે સેન્સેક્સે તોતિંગ ઉછાળા સાથે ૬૦,૪૧૨.૩૨ની સર્વોચ્ચ સપાટી હાસલ ર્ક્‌યા બાદ વેંચવાલીનું દબાણ વધતા માર્કેટમાં મંદીનો ઓછાયો જાેવા મળ્યો હતો. આજે પણ બજાર સતત મંદીમાં કામ કરતું નજરે પડ્યું હતું. એક તરફી તેજી બાદ આજે શેરબજારમાં ૧૨૦૦થી વધુ પોઈન્ટની અફરાતફરી જાેવા મળી હતી. ઈન્ટ્રા-ડેમાં આજે સેન્સેકસે ૬૦,૨૮૮.૪૪ની સપાટી હાસલ કર્યા બાદ એક તબક્કે માર્કેટ ૫૯,૦૮૧ના લેવલ પર પહોંચી જતાં એવું લાગી રહ્યું હતું કે, આજે જ સેન્સેકસ ૫૯૦૦૦ની સપાટી તોડી નાખશે. ઉંચા મથાળે વેંચવાલીના કારણે બજારમાં છેલ્લા બે ટ્રેડીગ સેશનથી મંદી જાેવા મળી રહી છે. ઈન્ટ્રા-ડેમાં નિફટી પણ ૧૭૯૧૨.૮૫ની હાઈ સપાટીએ પહોંચ્યા બાદ ૧૭૫૮૬.૪૪ના તળીયે આવી ગઈ હતી.

Related posts

સોનામાં રોકાણ દિવાળી સુધીમાં સારું પરિણામ આપી શકે છે

editor

चौथी औद्योगिक क्रांति का अगुवा बनेगा भारत : मुकेश अंबानी

aapnugujarat

થિયેટર અને હોટલોમાં ખાવાપીવાની ચીજ વસ્તુઓ પર વધારે પૈસા વસુલ્યા તો થશે કડક કાર્યવાહી

editor

Leave a Comment

UA-96247877-1