Aapnu Gujarat
બિઝનેસ

સોનામાં રોકાણ દિવાળી સુધીમાં સારું પરિણામ આપી શકે છે

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડની કિંમતો સતત વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડ સતત ૮૩ ડોલર પ્રતિ બેરલની આસપાસ કારોબાર કરી રહ્યું છે. એજન્સીઓનું માનવું છે કે આગામી દિવસોમાં ક્રૂડ ૯૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ક્રૂડની વધતી કિંમતોએ મોંઘવારીમાં વધાર્યો કર્યો છે, જેના કારણે સોના અને ચાંદીના ભાવમાં સુધારો થયો છે. બીજી બાજુ જ્યારે વૈશ્વિક ઇક્વિટીની વાત આવે છે ત્યારે બજારોનું મૂલ્યાંકન વધારે છે. વધુ સુધારાની આશંકા છે. વિવિધ દેશોના ડેટા દર્શાવે છે કે ફિઝિકલ ગોલ્ડની માંગ વધી છે. ચાંદીની ઔદ્યોગિક માંગ વધી રહી છે. બીજી બાજુ ચીનમાં વીજળીની કટોકટીના કારણે પુરવઠા અંગે પણ ચિંતા છે. આ તમામ પરિબળો સોના અને ચાંદી માટે સકારાત્મક છે.ઓક્ટોબર મહિનામાં સેફ હેવન નામના એસેટ ક્લાસ ગોલ્ડમાં રિકવરી જાેવા મળી છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૬ હજારથી નીચે ગયું હતું, જે હાલમાં સ્ઝ્રઠ પર ૪૭હજાર રૂપિયાને પાર વેપાર કરી રહ્યું છે. ક્રૂડના વધતા ભાવ, ફુગાવો, ભૌતિક માંગ, વીજળીની કટોકટીમાંથી પુરવઠાની ચિંતા અને ઇક્વિટી માર્કેટનું ઊંચુંમૂલ્ય સોનાના ભાવને ટેકો આપી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં સોનાને ટેકો આપતા ઘણા પરિબળો છે. તેથી દિવાળી પહેલા, હવે સોનામાં રોકાણ કરવાનો યોગ્ય સમય છે. જાે આમાં થોડો ઘટાડો થાય તો ટૂંકા ગાળા અને લાંબા ગાળા માટે પ્રવેશ લઈ શકાય છે.

Related posts

આરબીઆઈના નવા નિયમોથી બંધ થઈ શકે છે દેશના ૫૦% એટીએમ

aapnugujarat

हाईकोर्ट का आदेश, 67 मरीजों को 2 हफ्ते में 25-25 लाख रुपए दे जॉनसन एंड जॉनसन

aapnugujarat

મુકેશ અંબાણી ૨૦ દિવસ સુધી દેશને ચલાવી શકે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1