Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘા થશે

અમેરિકામાં ક્રૂડનું ઉત્પાદન કરતી ઓઈલ રિગ્સની સંખ્યા હવે વધી રહે છે એ જાેતાં ત્યાં ઉત્પાદનમાં ફરી વૃદ્ધી થવાની તથા શોર્ટ સપ્લાય હળવી થવાની ગણતરી બજારના સૂત્રો બતાવી રહ્યા છે. આ ઉપરાંત સાઉથ સુદાનમાં પણ ક્રૂડનું ઉત્પાદન વધતાં ત્યાંથી ક્રૂડની નિકાસ ફરી શરૂ થયાના નિર્દેશો મળ્યા છે. આ જાેતાં હવે આગળ ઉપર ક્રૂડના ભાવ પર તેની કેવી અસર પડે છે તેના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર રહી છે.વિશ્વના દેશોમાં કોરોનાની સિૃથતિ હળવી થતાં સરકારોએ લોકડાઉનમાં છૂટછાટ મૂકી છે. પરીણામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની માગમાં ઊછાળો આવતાં ક્રૂડમાં તેજીનું તોફાન આવ્યું છે. સોમવારે ક્રૂડ ઓઈલના ભાવ વધીને ૮૦ ડૉલરની નજીક ત્રણ વર્ષની ટોચે પહોંચી ગયા છે. ક્રૂડમાં ભાવવધારાથી ભારતમાંપેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં સામાન્ય ઘટાડો થયા બાદ ફરી એકવાર વધારો થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતાં આગામી તહેવારોના દિવસોમાં મોંઘવારી વધવાની ભીતિ છે. મોંઘવારી વધતા ફુગાવામાં પણ વધારો થશે, જેની પાછળ અન્ય ચીજ વસ્તુઓના ભાવ પણ ઝડપથી વધશે અને તેની સીધી અસર ભારતીય આૃર્થતંત્ર પર જાેવા મળે તેવી શક્યતા છે. વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ વધી બેરલદીઠ ૮૦ ડોલરની નજીક પહોંચીગયા છે અને આગળ ઉપર ભાવ ૯૦ ડોલર થવાની આગાહી ગોલ્ડમેન સેક દ્વારા કરવામાં આવતા વિશ્વ બજારના ખેલાડીઓ સ્તબૃધ બની ગયા છે. તેજીની આગાહી વચ્ચે વૈશ્વિક ક્રૂડ વાયદામાં મંદીવાળાઓ વેંચાણ કાપવા માંડયા છે. ક્રૂડતેલના વૈશ્વિક ભાવ આજે બેથી અઢી ટકા ઉછળ્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ આજે ઉંચામાં ૭૯.૮૩ ડોલર સુધી પહોંચ્યા હતા જ્યારે ન્યુયોર્ક ક્રૂડના ભાવ ૭૬ ડોલર નજીક પહોંચ્યા હતા. અમેરિકામાં તાજેતરના વાવાઝોડાઓ પછી હજી પણ ત્યાં ક્રૂડ ઉત્પાદનમાં સિૃથતિ થાળે પડી નથી અને તેના પગલે ત્યાં શોર્ટ સપ્લાય જેવી સિૃથતિ સર્જાઈ છે. ત્યાં નેચરલ ગેસના ભાવ આજે ૭થી ૮ ટકા ઉછળતાં તેના પગલે પણ ક્રૂડતેલની વૈશ્વિક તેજીને પીઠબળ મળ્યું હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. એક મહિના પૂર્વે બ્રેન્ટ ક્રૂડના ભાવ ૭૧થી ૭૨ ડોલર બોલાતા હતા. છેલ્લાં પાંચ વર્ષની સૌથી ઉંચી ટોચ ૮૪ ડોલર રહી છે અને આ ટોચ હવે પછી બજાર આંબી જશે એવી શક્યતા છે. ક્રૂડતેલમાં વિશ્વ બજારમાં વધતી બજારે ચીન તથા ભારતની લેવાલી વધતાં તેજીને ટેકો મળ્યો છે. ચીનના બાયરોએ વિશ્વ બજારમાં ૪૪થી ૪૫ લાખ બેરલ્સ ક્રૂડ તેલની ખરીદીના સોદા કર્યાના નિર્દેશો દરિયાપારથી મળ્યા હતા. ક્રૂડના ઉત્પાદક દેશોમાં સગંઠન ઓપેકે તાજેતરમાં ઉત્પાદન વધારવાનો ર્નિણય કર્યો હતો.પરંતુ ત્યારબાદ મળેલા સમાચાર મુજબ ઓપેકના ઘણા દેશોમાં નાણાંની અછત તથા ઘણા એકમો મેન્ટેનન્સમાં જતાં ઉત્પાદનમાં વૃદ્ધી અપેક્ષા પ્રમાણે થઈ શકી નથી એવું જાણકારોએ જણાવ્યું હતું. બીજી તરફ વિવિધ દેશોમાં તાજેતરના લોકડાઉન પછી હવે રિઓપનિંગની પ્રક્રિયા શરૂ થતાં તેનાપગલે વિશ્વ બજારમાં ક્રૂડતેલની માગમાં વૃદ્ધી થયાના સમાચાર પણ મળ્યા છે. ભારતમાં ક્રૂડતેલની આયાત તાજેતરમાં વધી ત્રણ મહિનાની ટોચે પહોંચી છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ગયા વર્ષે એપ્રિલમાં કોરોનાની પ્રથમ લહેરમાં લોકડાઉનના પગલે ગબડી એક તબક્કે નેગેટીવ ટેરેટરીમાં ઉતરી ગયા હતા. અને હવે ભાવ ઉછળી ત્રણ વર્ષની ટોચે પહોંચી ગયા છે. ભારતમાં હાલ શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યો છે અને ત્યાર પછી ટૂંકમાં તહેવારોની મોસમ શરૂ થવાની છે ત્યારે ક્રૂડતેલમાં તેજીનો પવન ફૂંકાવા માંડતાં પેટ્રોલ ડિઝલના ભાવ ફરી ઉછળવાની શક્યતા સર્જાઈ છે.

Related posts

Nearly 650 govt-employed doctors resign in West Bengal

aapnugujarat

સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા મોદીનું તમામનું સુચન

aapnugujarat

आठ नवंबर को कालाधन विरोधी दिवस मनाएगी बीजेपी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1