Aapnu Gujarat
ગુજરાત

ભાવનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં મહારક્તદાન કેમ્પ યોજાયો

સુરેશ ત્રિવેદી, ભાવનગર

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર, ભાવનગરમાં અ.નિ.પ.પૂ. ગુરુવર્ય શ્રી નારાયણપ્રિયદાસજીની પુણ્ય સ્મૃતિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન થયુ હતું. એવું કહેવાય છે કે સેવા કરે તે સંત. આ સૂકિતને ખરા અર્થમાં સાકાર કરવા શ્રી કે.પી.સ્વામીજીની પ્રેરણાથી શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંતો, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, રિક્ષાચાલકો, બસ ડ્રાઈવરો વગેરે સ્વૈચ્છિક રીતે આ ભગીરથ કાર્યમાં ઉત્સાહથી જોડાયા હતા. તન મન અને ધનથી સેવા કરવી તેમાંનું પ્રથમ એટલે શરીર. એમાં જે મૂલ્યવાન લોહી મળ્યું છે તે હું બીજાને અર્થે દાન કરીશ એ જ મારી સમાજ સેવા છે. અને આ સમાજ ઉપયોગી કાર્ય માટે ઉત્સાહથી લોકો જોડાયા હતા. એ જોઈને એવું લાગતું હતું કે જાણે અ.નિ.પ.પૂ. ગુરુજીના અનરાધાર આશીર્વાદ વરસતા હતા.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સરદાનગરમા સંસ્થાનો લોગો DONATE RED અંતર્ગત નાત-જાત કે ધર્મના ભેદ વિના આ કાર્યમાં સર્વે  આહુતિ અર્પિ, અને ખરા અર્થમાં રક્તદાન મહીયતે સુત્રને સાર્થક કર્યું. 

આ રક્તદાન કેમ્પમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર કેમ્પસમાં કુલ 1164 અને શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય GIDC કેમ્પસમાં 501 સોસીયા વિદ્યાલય ૧૦૩ લાઠીદડ સ્કૂલ 101 મળી કુલ1943 બોટલ રક્ત રક્તદાતાએ રક્તદાન કરી સમાજને એક ઉમદા રાહ ચીંધી. જે સમાજ અને સેવા માટે એક પ્રેરણાદાયી ઉમદા કાર્યની પહેલ છે. આવા ઉમદા કાર્ય ગુરુકુળ પરિવાર સતત કરતું રહ્યું છે.
આ તકે ઉત્સાહી સર્વે રક્તદાતાશ્રીઓનો ગુરુકુલ સંસ્થા વતી કે.પી. સ્વામી તથા આચાર્યશ્રીઓ મહેન્દ્ર ભાઈ
માથોળિયા અરૂણભાઇ પટેલ બટુકભાઈ પટેલ અમૃતભાઈ પટેલ રસિકભાઈ હરણીયા વિગેરે તમામ લોકો તથા બ્લડ બેન્ક સહિતનો આભાર માન્યો છે

Related posts

સરકાર નિર્ણય નહીં લે તો, જન વેદના સંમેલન કરાશે

aapnugujarat

સમગ્ર જુલાઇ મહિના દરમિયાન વડોદરા શહેર-જિલ્લામાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારવાની કામગીરી હાથ ધરાશે 

aapnugujarat

રિક્ષાચાલક એકતા યુનિયન દ્વારા કલેક્ટર કચેરી સામે ધરણા પ્રદર્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1