Aapnu Gujarat
ગુજરાત

રાજ્યના શિક્ષણમંત્રી તરીકે જીતુભાઇ વાઘાણીની વરણીને ભાવનગર શહેર દ્વારા આવકાર

સુરેશ ત્રિવેદી, ભાવનગર

હાલ ગુજરાત રાજ્યના  મુખ્યમંત્રી તરીકે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પસંદગી થયેલ ત્યારે તેમના મંત્રીમંડળમાં  ભાવનગર ના ધારાસભ્ય તેમજ ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એવા  શ્રી જીતુભાઇ વાઘાણીની શિક્ષણ મંત્રી તરીકે વરણી થતા ભાવનગર શહેરમાં અનેરો ઉત્સાહ પ્રગટી  રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં શ્રમજીવી વિસ્તારમાં જીતુભાઈએ કરેલ નોંધપાત્ર કામગીરી, તેમજ ભાવનગરની અસ્મિતાની જાળવણી થાય તે માટે કાર્નિવલ દ્વારા ભાવનગરનો જન્મ દિવસ ઉજવવાની પ્રથાના પ્રણેતા તેમજ ભાવનગરના વિકાસમાં અનેરો ફાળો આપનાર જીતુભાઇ વાઘાણીની મંત્રી પદે નિમણુંક થતા લોકોમાં ઉત્સાહનો માહોલ છે ત્યારે શ્રી જીતુભાઈની નિમણુંકને કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા, ભારતીય જનતાં પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ શ્રી ભારતિબેન શિયાળ,  ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણ અને બાલ કલ્યાણ મંત્રી શ્રી વિભાવરીબેન દવે, તેમજ ભાવનગર શહેર ભાજપ સંગઠન વતી ભાવનગર શહેર ભાજપના અધ્યક્ષ શ્રી રાજીવભાઈ પંડ્યા, મહામંત્રી શ્રી યોગેશભાઈ બદાણી, શ્રી અરુણભાઈ પટેલ, શ્રી ડી. બી. ચુડાસમા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજુભાઇ રાણા, પ્રદેશ કારોબારી સદસ્ય શ્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, અમોહભાઈ શાહ, સુનિલભાઈ ઓઝા, શ્રી હરુભાઈ ગોંડલિયા, મેયર શ્રી કિર્તિબેન દાણીધરીયા અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, સહિત શહેર સંગઠનના સૌ પદાધિકારીઓ, મહાનગરપાલિકાના પદાધીકારીઓ, નગરસેવકો, સેલ મોરચાના આગેવાનો, શિક્ષણ સમિતિના સદસ્યો, વોર્ડના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ સહિત શહેર સંગઠનના તમામ કાર્યકર્તાઓ અને વરિષ્ઠ આગેવાનોએ આ નિમણુંકને સહર્ષ આવકારીને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને અભિનંદન સહ અહર્નિશ પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ આપેલ.તેમ ભાવનગર મહાનગરના મીડીયા કન્વીનર હરેશભાઈ પરમાર અને સહકન્વીનર તેજસભાઈ જોશી તેમજ પ્રવક્તા આશુતોષભાઈ વ્યાસની યાદીમાં જણાવાયું હતું.

Related posts

આયુર્વેદથી દેશને વિશ્વગુરૂ બનાવવા રૂપાણીની અપીલ

aapnugujarat

સીએમ રૂપાણીએ ભાડભૂત યોજનાનો પ્રારંભ કરાવ્યો

editor

अंबाजी मेले में भक्तों की भारी भीड़ बनी रही

aapnugujarat

Leave a Comment

UA-96247877-1