Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અફઘાનિસ્તાનમાં હુમલા કરવા માટે ભારતમાં સ્થળ શોધશે ઃ એન્ટની બ્લિંકેન

અફઘાનિસ્તાનમાં અત્યારે લગભગ ભૂખમરા જેવી સ્થિતિ પ્રવર્તે છે. ૧ કરોડથી વધુ અફઘાનો અર્ધ-ભૂખ્યા છે. તેમને માટે યુનોએ ૬૦ લાખ ૬૦ હજાર ડોલર જેટલી સહાય માંગી હતી. તે સામે વિશ્વના દેશોએ ૧ અબજ ડોલર જેટલી સહાયનો ધોધ વહેવડાવ્યો છે. પરંતુ બ્લિકંન સહિત દુનિયાના નેતાઓને ચિંતા તે થાય છે કે તાલિબાનો તે સહાયનું ન્યાયપૂર્વક વિતરણ કરશે કે કેમ ? બીજી તરફ પાકિસ્તાનના અફઘાનિસ્તાન સ્થિત રાજદૂત મન્સૂર અહમદ ખાન, અફઘાનિસ્તાનના કાર્યકારી વિદેશ મંત્રી મૌલવી અમીર ખાન મુત્તાકીને મંગળવારે મળ્યા હતા. આથી બ્લિન્કને પાકિસ્તાનને જણાવ્યું હતું કે જયાં સુધી તાબિલાનો આંતરરાષ્ટ્રીય માગણીઓ ન પુરી કરે ત્યાં સુધી તેને કાયદેસરની સ્વીકૃતિ આપવી ન જાેઈએ.અફઘાનિસ્તાનમાં વીમાની હુમલા કરવા માટે ભારતમાં સ્થળ શોધવા, અમેરિકા ભારતનાં સંપર્કમાં છે. આ સાથે અમેરિકા પાકિસ્તાન સાથેના તેના સંબંધો અંગે પણ પુર્નમુલ્યાંકન કરનાર છે. તેમ અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકેનઅમેરિકાને અફઘાનિસ્તાનમાંથી પોતાનાં દળો પાછા ખેંચી લેવા સંદર્ભે સેનેટની વિદેશ-સમીતીને જણાવ્યું હતું. ૨૪મી સપ્ટેમ્બરે યોજનારી ક્વોડ સમિટ સમયે મોદી-બાયડન મંત્રણા અને તે પછી એક થી એક તે રીતે બંને વચ્ચે થનારી ચર્ચા પૂર્વે, અમેરિકી વિદેશ મંત્રીનાં આ નિવેદનને ઘણું જ મહત્વ અપાઈ રહ્યું છે. આ નિવેદન દરમિયાન, જ્યારે સાંસદ માર્ક-ગ્રીને બ્લિંકેનને પુછયું કે આપણે આ સંબંધે ભારત સાથે વાતચીત કરી છે ? ત્યારે તેઓ હકારાત્મક ઉત્તર આપતાં બ્લિન્કેને કહ્યું હતું કે, હું ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગ, વિષે કહી રહ્યો છું. કારણ કે કતાર અને દોહા પ્રમાણમાં જરા દૂર છે. તેથી તો અફઘાનિસ્તાનમાં બીજું ટેરરિસ્ટ હેવન ઉભું ન થાય તે માટે વાયુદળના હુમલા કરવામાં ભારત-ઉત્તર પશ્ચિમ ભારત-વધુ યોગ્ય સ્થળ બની રહેશે.’ જાેકે, આથી વધુ કશું જ કહેવાનો બ્લિંકેને ઇનકાર કરતાં કહ્યું હતું કે અમે રજૂ કરેલી યોજના અંગે ભારત સાથે ટેબલ ઉપર બેસી (સવિસ્તાર) ચર્ચા થઈ ચુકી છે.’

Related posts

दुनिया में कोरोना संक्रमितों की संख्या 2.86 करोड़ पहुंची

editor

चीन : कोयला खदान में गैस का रिसाव, 18 की मौत

editor

IMF चीफ जॉर्जीवा ने कहा – भारत में आर्थिक मंदी का असर गंभीर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1