Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમાં ૨૩ હજારથી વધુ ગંગા સ્વરૂપા બહેનોને સહાય

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ,
રાજ્ય સરકારે મહિલાઓના વિકાસ અને સહાય માટે અનેકવિધ મહિલાલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિધવા મહિલાઓ સ્વમાનભેર જીવન વ્યતીત કરી શકે તે હેતુથી ગંગા સ્વરૂપા સહાય યોજના અમલી બનાવી છે, જેમાં વિધવા મહિલાઓને માસિક સહાય આપવામાં આવે છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગસ્ટ- ૨૦૨૧ સુધીમાં આશરે ૨૩,૬૮૯ ગંગા સ્વરૂપા બહેનોએ આ યોજનાનો લાભ લીધો છે. જે અન્વયે ગત ઓગસ્ટ માસ સુધીમાં ચુડા તાલુકામાં ૧,૬૮૦, ચોટીલા તાલુકામાં ૨,૩૯૧, ધ્રાંગધ્રા તાલુકામાં ૨,૪૧૬, લખતર તાલુકામાં ૧,૬૩૮, લીંબડી તાલુકામાં ૨,૮૧૬, મુળી તાલુકામાં ૧,૨૮૦, પાટડી તાલુકામાં ૩,૧૭૦, સાયલા તાલુકામાં ૨,૨૮૮, થાનગઢ તાલુકામાં ૧,૪૬૫, વઢવાણ તાલુકામાં ૨,૩૧૮ અને સુરેન્દ્રનગર સીટીમાં ૨,૨૨૭ મળી કુલ ૨૩,૬૮૯ ગંગા સ્વરૂપા બહેનોએ  આ યોજનાનો લાભ લીધો છે

Related posts

પેટ્રાેલ-ડીઝલ અબ કી બાર 100 કે પાર…! રાજ્યના આ ત્રણ શહેરોમાં 100 રુપિયાના ભાવનું પેટ્રોલ

aapnugujarat

ચોકીદાર શોધવો હશે તો હું નેપાળ જઈશ, દેશમાં પીએમ જોઈએ છે : હાર્દિક પટેલ

aapnugujarat

વિશ્વ મચ્છર દિવસ નિમિતે તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ ખાતે મચ્છરથી બચવાના ઉપાયો સમજવાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1