Aapnu Gujarat
ગુજરાત

વિવિધ સહાયલક્ષી યોજનાઓની અરજી માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયુ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યૂરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર નાયબ બાગાયત નિયામકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે જિલ્લાના બાગાયત વિભાગ મારફત ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓનો લાભ લેવા ઈચ્છતા બાગાયતી પાકોની ખેતી ક૨તા ખેડૂત ખાતેદારો માટે આઇ-ખેડૂત પોર્ટલને તા. ૩૦ મી સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે.

    બાગાયત ખાતા દ્વારા મળતી વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે, ઔષધિય /સુગંધિત પાકોના વાવેતર, ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫ BHP થી વધુ), હાઇબ્રિડ બિયારણ, શાકભાજીમાં કાચા મંડપ તથા ટ્રેલીઝ, પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેડલ, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સ, સરગવાની ખેતી, બાગાયતી પાકોના પ્લાંટીંગ મટીરીયલમાં સહાય તથા વોટર સોલ્યુબલ ખાતર, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો જેવા વિવિધ ઘટકોનો લાભ લેવા માટે આઇ-ખેડૂત પોર્ટલમાં તા. ૩૦/૦૯/૨૦૨૧ સુધી અરજી કરી શકાશે.

જે ખેડૂત મિત્રોને વર્ષ ૨૦૨૧-૨૦૨૨ માટે બાગાયત ખાતાની આ સહાયલક્ષી યોજનાઓમાં ઓનલાઈન અરજી કરવાની હોય તેમણે જણાવેલ સમય મર્યાદામાં ઓનલાઇન અરજી ikhedut.gujarat.gov.in પર કરવાની રહેશે. આ ઓનલાઇન અરજી ઇ-ધરા કેન્દ્ર તથા સાઇબર કાફે પરથી પણ કરી શકાશે. ઓનલાઇન અરજી થયા બાદ અરજીની નકલ, જરૂરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, બ્લોક-સી ૨૦૮, બીજો માળ, બહુમાળી ભવન, ખેરાળી રોડ, સુરેન્દ્રનગરના સરનામે પહોંચાડવા વધુમાં જણાવાયું છે.

Related posts

માનવતા નુ ઉદાહરણ પુરૂ પાડતા 108 ઈમરજન્સી સેવા કર્મચારીઓ.

editor

વિકળિયાનો વિદ્યાર્થી ઓસ્ટ્રેલિયામાં સ્નાતક

editor

અરવલ્લી : ગામેળું તળાવ પણ ઉંડુ કરવાનો વિધિવત આરંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1