Aapnu Gujarat
ગુજરાત

માનવતા નુ ઉદાહરણ પુરૂ પાડતા 108 ઈમરજન્સી સેવા કર્મચારીઓ.

તારીખ 5 મે 2020 ના રોજ છોટાઉદેપુર જિલ્લાના તાલુકો કવાંટ ના ચીલીયાવાટ ગામના એક મહિલાને બ્લડની જરૂર પડતા પરિવારમાંથી કોઈ પણ બ્લડ ડોનેટ કરવા તૈયાર ન હતા પરંતુ આ વાત ની જાણ ૧૦૮ ઈમરજન્સી સેવા પર પાઈલોટ તરીકે ફરજ બજાવતા મોહસીન ખાન પઠાણ ને પડતા તરત જ દર્દીના સગા મનીષ ભાઈ નો સંપર્ક કરી હિન્દુ બ્લડ બેન્ક સંગમ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેટ કરી મહિલાનો જીવન બચાવ્યું. આમ હાલમાં ચાલી રહેલી વાયરસની વિકટ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં જવા પણ ડરતા હોય એવી પરિસથિતિમાં ૧૦૮ ઇમરજ્સી ના કર્મચારી પાયલોટ મુસ્લિમ ભાઈ બ્લડ ડોનેટ કરી માનવતાનો ઉદાહરણ પૂરું પાડ્યું છે જેના પર અમને સૌને ગર્વ છે તથા મહિલાના પરિવારજનો એ ઈમરજન્સી સેવા ના કર્મચારી મોહસીનખાન પઠાણ નો આભાર વ્યક્ત કર્યો.

આમ ૧૦૮ ઇમરજન્સી સેવાના કર્મચારી ફરજ પર છૂટયા બાદ પણ ઘરે થી દેશની જનતા ને સેવા આપવા તત્પર રહે છે.

મોસીન ખાન પઠાણ ના કહેવા પ્રમાણે હાલમાં ચાલી રહેલી કોરોનાવાયરસ વિકટ પરિસ્થિતિમાં હાલમાં ચાલી રહેલા પવિત્ર રમજાન મહિનામાં ફરજને જ પ્રાધાન્ય આપું છું જેથી કરી રોઝા રાખી શકતો નથી પરંતુ જેટલું બને એટલું લોકોની સેવા કરી મદદરૂપ થવુ એજ માટે રોઝા કરવા સમાન છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

ધાનાણી, ભરતસિંહ સહિતના ઉમેદવારોએ ફોર્મ ભર્યાં

aapnugujarat

ભાજપ વિરૂદ્ધ ચૂંટણીમાં ખેડૂતોની નારાજગી દેખાઈ

aapnugujarat

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : ખેડૂતને જમીનની કુલ રકમ કરતાં ૫૦ ટકા વધુ ચુકવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1