Aapnu Gujarat
ગુજરાત

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : ખેડૂતને જમીનની કુલ રકમ કરતાં ૫૦ ટકા વધુ ચુકવાશે

મુંંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટના ભાગરૂપે રાજયના વિવિધ જિલ્લાઓના ખેડૂતોની જમીન મોટાપાયે સંપાદન કરવાના વિરોધમાં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી ઢગલાબંધ રિટ અરજીઓની સુનાવણી દરમ્યાન આજે રાજય સરકાર તરફથી મહત્વનું સોગંદનામું રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સરકારપક્ષ તરફથી એ મતલબની તત્પરતા દર્શાવવામાં આવી હતી કે, બુલેટ ટ્રેન પ્રોજેકટમાં જે કોઇ ખેડૂતોની જમીનોનું સંપાદન કરાશે તેવા કિસ્સામાં સરકાર દ્વારા ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ મારફતે તેમની જમીનનું આકલન કરાવશે અને ત્યારબાદ જમીનનું મળવાપાત્ર કુલ રકમ કરતાં પચાસ ટકા વધુ વળતર ખેડૂતોને ચૂકવવામાં આવશે. હાઇકોર્ટે સરકારના સોગંદનામાને રેકર્ડ પર લઇ આગામી મુદતે ખેડૂતોને જે ભાવો ચૂકવવામાં આવનાર છે અને જે સેટલમેન્ટ થાય તેની વિગતો ચાર્ટ સ્વરૂપે રજૂ કરવા સરકાર અને નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનને નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તા.૧૧મી જાન્યુઆરીએ રાખી હતી. રાજયના આઠથી વધુ જિલ્લાઓના સંખ્યાબંધ ખેડૂતો તરફથી ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કરાયેલી રિટ અરજીઓમાં એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેકટના ભાગરૂપે લાખો ખેડૂતોની જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે પરંતુ તેમાં રાજય સરકાર, કેન્દ્ર સરકાર તેમ જ રેલ્વે મંત્રાલયના સત્તાવાળાઓ દ્વારા કાયદાકીય જોગવાઇઓ અને પ્રક્રિયાનું સરેઆમ ઉલ્લંઘન કરાયું છે. ખેડૂતોની જમીન બારોબાર સંપાદન કરી લેવાઇ છે અને તેનું યોગ્ય વળતર પણ તેઓને ચૂકવાયું નથી. સત્તાવાળાઓ દ્વારા ૨૦૧૧ની જંત્રી પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવાની વાત કરી રહ્યા છે, જયારે કાયદાકીય જોગવાઇ મુજબ, ખેડૂતોને હાલની નવી જંત્રી મુજબ, જમીનોનું વળતર મેળવવાનો અધિકાર છે. આમ, સમગ્ર જમીન સંપાદનની પ્રક્રિયા જ અયોગ્ય, ગેરકાયદે અને ગેરવાજબી હોઇ હાઇકોર્ટે તેને રદબાતલ ઠરાવવી જોઇએ અને ખેડૂતોને હાલની જંત્રી મુજબ વળતરની રકમ અપાવવી જોઇએ. એટલું જ નહી, આ સમગ્ર પ્રોજેકટ એક રાજયમાંથી બીજા રાજય સુધી વિસ્તરેલો છે અને તેથી તેમાં રાજય સરકારને જમીન સંપાદનનો કોઇ અધિકાર નથી, તે કેન્દ્ર સરકાર હસ્તકની વાત છે. સત્તાવાળાઓ દ્વારા જમીન સંપાદન કાયદાની કલમ-૨૬ હેઠળ રિવાઇઝ્‌ડ માર્કેટ વેલ્યુ પ્રમાણેના ભાવો અને લાભો મળવા જોઇએ. ખેડૂતો તરફથી ગુજરાત અમેન્ડમેન્ટ એકટ-૨૦૧૬ની કાયદેસરતાને પણ પડકારાઇ હતી કારણ કે, તેના દ્વારા રાજય સરકારને કોઇપણ પ્રોગ્જેટક હેટળ અબાધિત સત્તાઓ આપવામાં આવી છે. જે બિલકુલ ગેરકાયદે અને અયોગ્ય હોઇ તેને રદબાતલ ઠરાવવી જોઇએ. આજે આ કેસમાં રાજય સરકાર તરફથી મહત્વપૂર્ણ સોંગદનામું રજૂ કરી ખેડૂતોને તેમની સંપાદિત જમીનનું પચાસ ટકા વધુ વળતર ચૂકવવાની તૈયારી દર્શાવાઇ હતી. સાથે સાથે જે ખેડૂતોની સંમંતિ ના હોય તેમના કિસ્સામાં પણ યોગ્ય ભાવો નક્કી કરવાની અને યોગ્ય વળતર ચૂકવવાની તત્પરતા દાખવવામાં આવી હતી. હાઇકોર્ટે સમગ્ર કેસની વધુ સુનાવણી ૧૧મી જાન્યુઆરીએ મુકરર કરી છે.

Related posts

અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર અધતન ટેકનોલોજીનો ઉપયોગ

editor

બોટાદમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

editor

રામમંદિરના ભવ્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણની નેમ સાકાર થશે : રૂપાણી

editor

Leave a Comment

UA-96247877-1