Aapnu Gujarat
ગુજરાત

ચોકીદાર શોધવો હશે તો હું નેપાળ જઈશ, દેશમાં પીએમ જોઈએ છે : હાર્દિક પટેલ

રાજ્યમાં હંમેશા ચર્ચામાં રહેતા નવજુવાન કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ, કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોર અને દલિત નેતા અને વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર જીગ્નેશ મેવાણીએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે.
પાસ નેતા તેમજ કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલે વિરમગામ ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ મીડિયા સાથે વાતચીત કરતા હાર્દિક પટેલે પીએમ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું કે, “મને ચોકીદાર નહીં પરંતુ વડાપ્રધાન જોઈએ છે. મારે જો ચોકીદારને શોધવો હશે તો હું નેપાળ ચાલ્યો જઈશ, મને દેશમાં એવો પીએમ જોઈએ જે દેશની અર્થવ્યવસ્થા, શિક્ષણ, યુવાનો અને જવાનોને મજબૂત કરે.”
કોંગ્રેસ પક્ષથી નારાજ અલ્પેશે ઠાકોરે મતદાન કર્યું. તેમણે મતદાન કરીને કહ્યું હતું કે મારો મત મારા દેશ માટે છે અને દેશનાં સારા ભવિષ્ય માટે છે. દલિત નેતા જીગ્નેશ મેવાણીએ અમદાવાદમાં વોટિંગ કર્યું હતું.

Related posts

બનાસકાંઠા જિલ્લામાં લાખણી થી ગેળા સુધી ભાજપની પદયાત્રા યોજાઈ

aapnugujarat

બિનઅનામત વર્ગ માટે આર્થિક અનામતના અમલની માંગણી : અમિત ચાવડાએ ગૃહમાં મહત્વની માંગણી ઉઠાવી

aapnugujarat

સુરત ગુરૂકુળમાં સ્વામી દ્વારા અડપલાથી સનસનાટી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1