Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં ડેન્ગ્યુ-ચિકનગુનિયા સહિતના કેસમાં ધરખમ વધારો

રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. રાજકોટની સિવિલ હૉસ્પિટલની ઓપીડીમાં દર્દીઓની કતારો લાગી છે. ઓગસ્ટ મહિનાની સરખાણમીમાં સપ્ટેમ્બરના એક જ અઠવાડિયામાં રોગચાળાના કેસમાં ત્રણ ગણો વધારો થયો છે. ઓગસ્ટ મહિનામાં સામાન્ય તાવના ૨૯ હજારથી વધુ કેસ નોંધાયા. તો સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં સામાન્ય તાવના ૪ હજાર જેટલા કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં મેલેરિયાના કુલ ૬૬ કેસ નોંધાયા છે તો ડેન્ગ્યૂના સાત અને ચિકનગુનિયાના છ કેસ નોંધાયા છે. તો સામાન્ય શરદી ઉધરસના એક જ અઠવાડિયામાં ૯૨૩ કેસ નોંધાયા છે. ઝાડા ઉલટીના ૩૦૭ કેસ નોંધાયા છે. વડોદરામાં પણ રોગચાળો બેકાબૂ બન્યો છે. વડોદરામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ અને ઝાડા ઉલટીના કેસમાં ધરખમ વધારો થયો છે. ડેન્ગ્યુના ૩૮, તાવના ૫૧૭, ચિકનગુનિયાના ૯ અને ઝાડાના વધુ ૫૪ કેસો નોંધાયા છે. જ્યારે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં વડોદરા શહેરમાં ૭૭૮, ચિકનગુનિયાના ૪૩૧, ઝાડા ઊલટી અને તાવના કુલ ૧૦,૧૩૬ કેસો નોંધાયા છે. જાે કે, વડોદરામાં રોગચાળો વકર્તા સયાજી હોસ્પિટલમાં બેડ હાઉસફૂલ થઈ ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, સયાજી હોસ્પિટલમાં એક પણ બેડ ખાલી નથી.રાજ્યમાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરનો ભય સતાવી રહ્યો છે. એવામાં હાલ ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. રાજ્યના ૪ મહાનગરોમાં સહિત અન્ય જગ્યાઓ પર રોગચાળાના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તાવ અને ઝાડા ઊલટીના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. રાજકોટ અને વડોદરામાં રોગચાળાના કેસમાં વધારો થતા હોસ્પિટલમાં દર્દીઓની લાઈન લાગી છે. તો કેટલીક હોસ્પિટલોમાં બેડ પણ ફૂલ થઈ ગયા છે. તો ક્યાંક દર્દીઓની જમીન પર સારવાર કરવામાં આવી રહી છે.

Related posts

એસસી-એસટી એકટ : સુધારા અંગે આવદેનપત્ર સુપ્રત કરાયું

aapnugujarat

चुनाव प्रचार में राहुल के साथ सोनिया गांधी भी शामिल होगे

aapnugujarat

મોદીની કેશુબાપા-વાઘેલા સાથે હાથ મિલાવીને ચર્ચા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1