Aapnu Gujarat
રાષ્ટ્રીય

હરિયાણા સરકાર ચિંતામાં : હજારો ખેડુતો રસ્તા પર ઉતર્યા

હરિયાણાના લઘુ સચિવાલયના બન્ને ગેટ બંધ કરી દેવા પડયા છે એટલી મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે. ગેટની અંદર સીઆરપીએફની બટાલિયાન તૈનાત કરાઇ છે. જ્યારે બહાર આઇટીબીપી, સીઆરપીએફ, હરિયાણા પોલીસનો કાફલો ખડકી દેવાયો છે. ખેડૂતોએ બે કીમી લાંબી વિશાળ રેલી પણ કાઢી હતી. ખેડૂતોની મુખ્ય માગણી છે કે ખેડૂતોના માથા ફોડી નાખવાના આદેશ આપનારા એસડીએમ આયુષ સિન્હા સામે કાર્યવાહી કરવામાં આવે સાથે લાઠીચાર્જ બદલ તેમની સામે તપાસ કરવામાં આવે. જાેકે પ્રશાસને તેમની માગણીઓ ન સ્વિકારતા હવે સરકાર સાથે આરપારની લડાઇના મૂડમા આવી ગયેલા ખેડૂતોએ સચિવાયલને ઘેરી લીધુ છે. જેથી હાલ હરિયાણામાં તંગદીલી ભરી સિૃથતિ સર્જાઇ ગઇ છે.હરિયાણાના કર્નાલમાં ખેડૂતો પર બર્બર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક ખેડૂતોના માથા ફૂટયા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા ખેડૂતોએ મંગળવારે વિશાળ રેલી કાઢી હતી જેમાં હજારો ખેડૂતો જાેડાયા હતા, બાદમાં જિલ્લા સચિવાલયનો ઘેરાવ કર્યો હતો. આ દરમિયાન પણ પોલીસ સાથે ભારે ઘર્ષણ થયું હતું. ખેડૂતો પર વોટર કેનનનો મારો ચલાવવામાં આવ્યો હતો. ભારે ઘર્ષણ વચ્ચે ખેડૂતો બાદમાં કર્નાલ જિલ્લા સચિવાલયના ગેટ પર જ ધરણા કરવા બેસી ગયા હતા. આ વિરોધ પ્રદર્શનમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ જાેડાયા હતા, તેમણે કહ્યું હતું કે સરકાર નહીં માને તો અહીં શરૂ થયેલા ધરણા મોટુ સ્વરૂપ ધારણ કરશે. ૨૮મી ઓગસ્ટે ખેડૂતોએ ધરણા પ્રદર્શન કર્યા હતા, જે દરમિયાન કર્નાલના એસડીએમએ પોલીસને કહ્યું હતું કે ખેડૂતોના માથા ફોડી નાખજાે, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ એસડીએમ સામે કાર્યવાહીની માગણી થઇ રહી હોવા છતા સરકાર દ્વારા કોઇ જ પગલા ન લેવામાં આવતા ખેડૂતો ફરી વિફર્યા છે અને રસ્તા પર ઉતર્યા હતા. હાલ મોટી સંખ્યામાં ખેડૂતો સચિવાલય બહાર ધરણા પર બેસી ગયા છે અને તેમના ભોજન માટે લંગર પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. જેને પગલે હરિયાણામાં ખેડૂતો અને સરકાર બન્ને વચ્ચેનું ઘર્ષણ વધુ મોટુ સ્વરૂપ ધારણ કરી શકે છે. અહીંના નમસ્તે ચોક પાસે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થઇ ગયા છે અને સરકાર પર દબાણ વધારી રહ્યા છે. ખેડૂતો કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન ચલાવી રહ્યા છે સાથે જ ટેકાના ભાવને કાયદેસર માન્યતા આપવાની માગણી કરી રહ્યા છે. જાેકે હરિયાણા સરકાર કે સૃથાનિક ભાજપ નેતાઓ તેમની માગણીઓ સાથે સહમત ન થઇ રહ્યા હોવાથી હરિયાણામાં જ્યાં પણ ભાજપના કાર્યક્રમો યોજાય છે ત્યાં ખેડૂતો વિરોધ પ્રદર્શન માટે પહોંચી જાય છે. આવું જ ૨૮મી ઓગસ્ટે કર્નાલમાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના કાર્યક્રમ દરમિયાન થયું હતું. જેમાં અનેક ખેડૂતોના માથા ફોડી નખાયા હતા. તેથી ખેડૂતોનો રોષ હવે વધી રહ્યો છે. વિરોધ પ્રદર્શનની આગેવાની લેનારા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે સરકાર અમારી માગણીઓ સ્વિકારે નહીં તો હરિયાણાની જેલો ખેડૂતોથી ભરી દઇશું, અમે ધરપકડથી નથી ડરતા, સરકાર અમારી ધરપકડ કરે નહીં તો માગણીઓ સ્વિકાર કરે. આ ધરણા પ્રદર્શનમા ંસામેલ થવા જઇ રહેલા કેટલાક ખેડૂતોની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હતી. જાેકે મોટી સંખ્યામાં ખેડૂતો આવી જતા પોલીસે બાદમાં વોટર કેનનનો મારો ચલાવ્યો હતો.

Related posts

कैलास मानसरोवर यात्रा : पवित्र झील में डुबकी लगाने से चीनी अधिकारियों ने रोका

aapnugujarat

રાહુલ ગાંધીએ પાર્ટીમાં કર્યો મોટો ફેરફાર, વર્કિંગ કમિટીને કરી ભંગ

aapnugujarat

જનધન યોજનામાં વધુ ધન આપવા સરકારની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1