Aapnu Gujarat
ગુજરાત

ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ દ્વારા પૂર્વ ચિફ પેટર્નના જન્મ દિવસની અનોખી ઉજવણી

ઇંડિયન લાયન્સ સ્વર્ણિમ કલબ ગાંધીનગર દ્વારા શ્રી હિતેશ પંડ્યા સાહેબ પૂર્વ ચિફ પેટર્ન નો જન્મ દિવસ પંચદેવ મંદીર સેક્ટર ૨૨ ખાતે ભગવાનની પૂજા આરતી બાદ માવા ની કેક કાપી ઉજવવામાં આવ્યો હતો. પંચદેવ મંદીર ના મહારાજ શ્રી એ પૂજા કરી હતી. ज्ञान રથ ની પણ પૂજા કરી હતી. પ્રમુખ શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ દ્વારા ગીતા પુસ્તક શ્રી પંડ્યા સાહેબ ને ભેટ આપવામાં આવી હતી. રાધેશ્યામ ભાઇ ધર્મ પત્ની કૈલાશ બેન દ્વારા પૂર્વ ચેર પર્સન શ્રીમતી આશાબેન પંડયા ને પણ પુસ્તક ભેટ આપ્યું હતું
મહારાજ શ્રી ભાનુભાઈ દ્વારા પંડ્યા સાહેબ ને પુષ્પ ગુચ્છ આપી સમ્માન કર્યું હતું
આ કાર્યક્રમ ડાયરેક્ટર શ્રી ઇ લા. ડૉ ગુલાબચંદ પટેલ દ્વારા શ્રી હિતેશ પંડ્યા સાહેબ ને રાષ્ટ્ર ધ્વજ ની ભેટ આપવામાં આવી હતી
ડાયરેક્ટર શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ દ્વારા સ્વામી વિવેકાનંદ ની તસવીર આપી સન્માન કરવામાં આવ્યું હતું, શ્રી નીમેષ ચૌહાણ દ્વારા બર્થડે કાર્ડ ભેટ આપવા મા આવ્યું હતું.
આ કાર્યક્રમ માં શ્રી હિતેશ પંડ્યા સાહેબ ના જન્મ દિવસ નિમિતે પક્ષીઓ ને દાણા નાખવામાં આવ્યા હતા
કલબ ના ઉપ પ્રમુખ શ્રી મંગળ સિંહ સોલંકી દ્વારા શ્રી હિતેશ પંડ્યા સાહેબ ને ફૂલમાળા પહેરાવી સન્માન કર્યું હતું
આ કાર્યક્રમ માં શ્રી હિતેશ પંડ્યા સાહેબ ના ફોટા સાથે બેનર સૌ સભ્યો એ હાથ માં રાખી તેઓનું સ્વાગત કર્યું હતું. પ્રમુખ શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ દ્વારા શ્રી હિતેશ પંડ્યા સાહેબ ને ફૂલમાળા અર્પણ કરી હતી. શ્રી સંજીવ યાદવ દ્વારા કાર્યક્રમ નું સુંદર સંચાલન કરવા મા આવ્યું હતું
અહીંથી ज्ञान રથ સેક્ટર ૨૪ સેવા વસાહત ખાતે લઇ જવામાં આવ્યો હતો.સૌ પ્રથમ વંદે વંદે માતરમ ગીત સમૂહ માં ગાયું હતું બાળકો ને ચોપડા, પેન્સિલ અને ચોકલેટ નું વિતરણ આશા બેન પંડયા દ્વારા કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમ માં પ્રમુખ શ્રી રાધેશ્યામ ભાઇ યાદવ ડાયરેકટર શ્રી ડૉ ગુલાબચંદ પટેલ, શ્રી મંગળ સિંહ સોલંકી ઉપ પ્રમુખ, શ્રી ગિરીશ ભાઇ ચૌહાણ દ્વારા પ્રસંગ ને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમ માં શ્રી મહેન્દ્ર સિંહ સોલંકી સેક્રેટરી, શ્રીમતી મનીષા બેન ગોહિલ, શ્રીમતી ઉષા બેન ચૌહાણ, શ્રી લાલ સિંહ શ્રી અંકિત કુમાર, શ્રી પ્રકાશ ભાઇ તથા તેમના ધર્મ પત્ની, શ્રી ગઢવી ભાઇ વાવૉલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો
આ કાર્યક્રમ માં અંત માં રાષ્ટ્ર ગીત સમૂહ માં ગાયું હતું. આભાર વ્યક્ત શ્રી મહેન્દ્ર ભાઇ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યો હતો.

Related posts

એરપોર્ટ પરથી ૨૫.૨૫ લાખના વિદેશી ચલણ સાથે બે પકડાયા

aapnugujarat

જીલ્લા તલાટી કમ મંત્રી મહામંડળ છોટાઉદેપુર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ માં ૧,૬૪,૦૧૬/- નું દાન પેટે ચેક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને અર્પણ

editor

૨ વર્ષમાં પોલીસ પર ૧૪૨ હુમલા

editor

Leave a Comment

UA-96247877-1