Aapnu Gujarat
રમતગમત

એન્ડસનને ઘુંટણમાંથી લોહી નીકળ્તું હતું તેમ છતાં બોલિંગ કરી

માર્ક વુડના આક્રમક સ્પેલના કારણે ઈન્ડિયન ટીમે ૨૭ રનમા ૨ વિકેટ ગુમાવી દીધી હતી. જેના કારણે વિરાટ કોહલી અને ચેતેશ્વર પુજારાએ સારી પાર્ટનરશિપ દાખવી ઈનિંગ સંભાળવાની જરૂર હતી. પરંતુ વિરાટ કોહલી પણ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હોવાથી તે સેમ કરનની ઓવરમાં ૨૦ રનના અંગત સ્કોર પર પેવેલિયન ભેગો થયો હતો. કોહલીએ મિડલ સ્ટમ્પ લાઇનના આઉટ સ્વિંગ બોલને ફ્રન્ટ ફૂટ પર રમવાનો પ્રયત્ન કરવા જતા વિકેટકીપર બટલરના હાથે કેચ આઉટ થયો હતો.ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં ચોથી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેના પહેલા દિવસ ઇંગ્લિશ બોલર્સના સ્વિંગ સામે ઈન્ડિયન બેટ્‌સમેન ઢેર થઈ ગયા હતા. આ દરમિયાન ઇંગ્લેન્ડના લિજેન્ડ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને ઘૂંટણમાંથી લોહી વહેતું હોવા છતા બોલિંગ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેવામાં એમ અનુમાન લગાવાઈ રહ્યું છે કે લોર્ડ્‌સ ટેસ્ટમાં વિરાટે મારેલા મેણા-ટોણાનો તેને પરફેક્ટ જવાબ આપી દીધો છે. કેપ્ટન કોહલીએ એન્ડરસનને વૃદ્ધ કહીને કટાક્ષ કર્યો હતો. વળી ઓછામાં પુરુ વિરાટને આઉટ કરવા માટે પણ એન્ડરસન પોતાનું બેસ્ટ આપવા બોલિંગ કરતો હોવાનું પણ એક અનુમાન લગાવાઈ રહ્યું છે. ઈનિંગની ૪૨મી ઓવરના ૨ બોલ નાખ્યા પછી એન્ડરસનના ઘુંટણમાં ઈન્જરી થઈ હોવાની જાણ થઈ હતી, જેમાં સ્પષ્ટપણે તેના પેન્ટ પર લોહીના ડાઘા જાેવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઈજાગ્રસ્ત હોવા છતા એન્ડરસને ૧૩૬ ાદ્બ/રની સ્પીડે ઓવરનો બીજાે બોલ ફેંક્યો હતો. આ સમયે ઈન્ડિયન ટીમના કેપ્ટન કોહલી અને વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે બેટિંગ કરી રહ્યા હતા. વિરાટ કોહલી ૨૭મી અર્ધસદી નોંધાવીને ક્રીઝ પર રમી રહ્યો હતો. જેના કારણે ઇંગ્લિશ ટીમને સિરીઝની ડિસાઈડર મેચમાં પહેલી ઈનિંગથી મજબૂત પકડ બનાવવા માટે કોહલીને પેવેલિયન ભેગો કરવો અત્યંત આવશ્યક હતો. જેથી એવું પણ એક અનુમાન લગાવાઈ રહ્યું છે કે વિરાટ કોહલીને જલદી આઉટ કરવા માટે પણ એન્ડરસન સતત બોલિંગ કરતો રહ્યો હતો. પહેલા દિવસના બીજા સેશનમાં વિરાટ કોહલીએ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ૨૭મી અર્ધસદી નોંધાવી હતી. જાેકે તેની ગણતરીની ઓવરમાં જ ઓલી રોબિન્સને કેપ્ટન કોહલીને પેવેલિયન ભેગો કર્યો હતો. આ ઈનિંગમાં કોહલી સીધા બેટથી રમવા જતા આઉટ સાઇડ એડ્‌જનો શિકાર થયો હતો. વિરાટ કોહલી ફરી એકવાર ફિફ્ટીને સેન્ચુરીમાં ફેરવી શક્યો નહીં. ઈનિંગની ૨૭.૩ ઓવરમાં કોહલીનો કેચ ઇંગ્લિશ કેપ્ટન જાે રૂટે ડ્રોપ કર્યો હતો. ક્રિસ વોક્સની ઓવરમાં વિરાટ કોહલી ગુડ લેન્થ પર પાંચમા સ્ટમ્પની લાઇનના બોલ સામે ફરી એકવાર ફસાયો હતો. પરંતુ સ્લિપમાં ફિલ્ડિંગ કીર રહેલા જાે રૂટે કેચ ડ્રોપ કર્યો હતો. તેવમાં ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડની ટીમે અત્યારસુધી કુલ ૧૧ કેચ ડ્રોપ કર્યા છે. ઇંગ્લિશ બોલર જેમ્સ એન્ડરસન બીજી ઈનિંગની ૧૭મી ઓવર કરવા માટે આવ્યો હતો. તે સમયે વિરાટ કોહલીએ એન્ડરસન પર નિશાન સાધ્યું હતું. કોહલીએ ચોથા બોલ પછી એન્ડરસનને કહ્યું કે આ પિચ છે તારું બેકયાર્ડ નથી; તારી આવી ચાલ વૃદ્ધાવસ્થાની નિશાની છે. આટલું જ નહીં, પરંતુ કોહલી સતત એન્ડરસનને સ્લેડિ્‌જંગ કરતો રહ્યો હતો.

Related posts

ટીમ ઇન્ડિયાના ઓસ્ટ્રેલિયા પ્રવાસનું શિડ્યુલ જાહેર

editor

पहले हम धोनी को देख चुके, अब पंड्या ने भी वही खेल दिखाया : लैंगर

editor

रोहित शर्मा ने पास किया फिटनेस टेस्ट

editor

Leave a Comment

UA-96247877-1