Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

તાલિબાનની વિરુદ્ધ રસ્તા પર ઉતરી અફઘાન મહિલાઓ, માંગ્યો કામનો અધિકાર

તાલિબાનના વરિષ્ઠ નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકજઈએ જણાવ્યું હતું મહિલાઓ પોતાના કામ જારી રાખી શકે છે. તેમના માટે ભવિષ્યની સરકાર અથવા કોઈ મોટા પદ પર ‘કદાચ’ જગ્યા ન હોય. તાલિબાન તેના જૂના શાસનમાં તે કટ્ટરપંથી હતા.અલજજીરા મુજબ તાલિબાન પાસે મહિલાઓએ કામ કરવાના અધિકારને લઈને જવાબ ન મળતા તેઓ ગુરુવારે રસ્તા પર ઉતર્યા હતા. એક ૨૪ વર્ષીય મહિલાએ કહ્યું કે તેમને અને અન્ય મહિલાઓને કામ પર પાછા ન આવવા કહેવામાં આવ્યું છે. સાથે જ્યારે મહિલાઓને પશ્ચિમી અફઘાનિસ્તાનની સૌથી મોટી ઓફિસોમાં પાછી ફરી તો તેમને પાછી મોકલી દેવામાં આવી છે. મહિલાઓએ જણાવ્યું કે હેરાતી મહિલાઓના એક ગ્રુપે તાલિબાનના મુખ્ય અધિકારીઓને મહિલાઓના અધિકારોને લઈને નીતિઓ પર સફાઈ માંગી હતી. પણ તેમને કોઈ જવાબ મળ્યો નહોતો.અફઘાનિસ્તાનમાં નવી સરકારમાં મહિલાઓની ઓછી ભાગીદારીની વિરુદ્ધ અને કામના અધિકારને લઈને મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ. અફઘાનિસ્તાનમાં જલ્દી તાલિબાનની સરકારની ઔપચારિક જાહેરાત થઈ શકે છે. ત્યારે સરકારમાં મહિલાઓની ઓછી ભાગીદારીની વિરુદ્ધ અને કામના અધિકારને લઈને મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યુ. આ દરમિયાન લગભગ ૫૦ અફઘાનિ મહિલાઓ હાથમાં તખ્તિઓ લઈને વિરોધ પ્રદર્શન કરી રહી સૂત્રોચ્ચાર કરી રહી છે. તાલિબાન મહિલાઓને કેબિનેટમાં સામેલ કરે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે તાલિબાન અમારી સાથે વિચાર વિમર્શ કરે. અમને તેમના સમારોહ અને કાર્યક્રમોમાં મહિલાઓ નજરે નથી પડી રહી. પ્રદર્શનોની સાક્ષી બનેલી એએફપીના પત્રકાર અનુસાર પ્રદર્શનકારિઓનું કહેવું હતુ કે શિક્ષા, કામ અને સુરક્ષા અમારો અધિકાર છે. અમે ડરતા નથી અમે એક છીએ.

Related posts

શ્રીલંકા બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને ૩૨૫ થયો : આઈએસની સંડોવણી

aapnugujarat

Powerful Gas explosion an shopping mall in US’s Florida, 21 people injured

aapnugujarat

ફિલિપાઇન્સમાં સૈન્ય વિમાન દુર્ઘટનાગ્રસ્ત : ૧૭ના મૃત્યુ

editor

Leave a Comment

UA-96247877-1