Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન યોજાઈ

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર દ્વારા મળતી માહિતી મુજબ
સુરેન્દ્રનગર જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-લીંબડીના સિનીયર કોચશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ કાર્યક્રમો તથા સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર – લીંબડી દ્વારા તાજેતરમાં જ ભાઈઓ તથા બહેનોની એમ ૨ અલગ અલગ ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન ૨.૦ નું આયોજન લીંબડી ખાતે કરવામાં આવ્યું હતું.

    જે અંતર્ગત ભાઇઓની ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન ૨.૦ નું પ્રસ્થાન લીંબડી પ્રાંત અધિકારીશ્રી દ્વારા કરાવવામાં આવ્યું હતું. જ્યારે બહેનોની ફિટ ઈન્ડિયા ફ્રીડમ રન ૨.૦ નું પ્રસ્થાન ભૂતપૂર્વ સ્પોર્ટ પર્સન અને રિટાયર્ડ આર્મી જવાન દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લાના અગ્રણીય મહાનુભાવો, જુદી-જુદી રમતના કોચશ્રીઓ, વ્યાયમ શિક્ષકશ્રીઓ અને ટ્રેનરશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Related posts

ડે.મ્યુનિસિપલ કમિશનરની જગ્યા માટે લાયકાત યથાવત

aapnugujarat

૨૦ લાખની ખંડણી સાથે ચાર શખ્સોને ઝડપી પડાયા

aapnugujarat

शहर में चामुंडा स्मशानगृह में लकडी घोटाला सामने आया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1