Aapnu Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા શહેરની એકમાત્ર સરકારી હોસ્પીટલમાં તબીબો તથા સ્ટાફનો અભાવ

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રાની સરકારી હોસ્પીટલ રેફરલ હોસ્પીટલ તરીકે જાણીતી છે જેનુ મુખ્ય કારણ અહિ તબીબોના અભાવે લોકોને સામાન્ય ઇજાઁ અને સારવાર માટે પણ સુરેન્દ્રનગર સુધીના ધક્કા થાય છે ધ્રાંગધ્રા શહેરની એકમાત્ર સરકારી હોસ્પીટલમાં આધુનિકતાના તમામ મશીનો છે પરંતુ અહિ ઓપરેટરો નહિ હોવાના લીધે આધુનિક મશીનો ધુળ ખાઇ રહ્યા છે. આ તરફ કચ્છ-અમદાવાદ હાઇવે પર ધ્રાંગધ્રા સેન્ટર તરીકેનું શહેર હોવાથી અહિ અકસ્માતો પણ વધુ થતા હોય છે જેના લીધે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલમાં અકસ્માતે ઇજાઁગ્રસ્તની સંખ્યામા પણ વધારો હોય છે જ્યારે ઇજાઁ પામેલા તમામ લોકોને મોટાભાગે સુરેન્દ્રનગર ખાતે જ મોકલવામાં આવે છે આ સાથે ધ્રાંગધ્રા પંથકમાં આવતા 65 જેટલા ગામોમા આધુનિક સરકારી હોસ્પીટલના સુવિધા માત્ર ધ્રાંગધ્રા ખાતે હોવાથી અહિ બિમાર લોકોની સંખ્યા પણ વધુ પડતી હોય છે પરંતુ તબીબોને અભાવે ન છુટકે બિમાર અથવા ઇજાઁની સારવાર માટે આવતા સ્થાનિકોને પ્રાઇવેટ હોસ્પિટલના સહારો લેવો પડે છે. જોકે ધ્રાંગધ્રા હોસ્પીટલમાં તબીબોની ખાલી જગ્યા ભરવા માટે અનેક આંદોલનો અને આવેદન પણ અપાયા પરંતુ જે તે વખતે આંદોલન સમેટવા કાયઁકરોને માત્ર સાંત્વના પાડવામાં આવી અને અંતે આજ દિન સુધી તબીબોની ખાલી જગ્યા હજુપણ યથાવત જ છે ત્યારે ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલના રીફર હોસ્પીટલ તરીકે નામ કરણ કરવા માટે સ્થાનિકોને કટાક્ષ સાથે તબીબોની ખાલી જગ્યા ભરાય તેવી સમગ્ર ધ્રાંગધ્રા શહેરના સ્થાનિકોને માગણી છે

Related posts

ગુજરાતમાં કોરોના રિકવરી રેટ ૫૩% વધ્યો

editor

રોગચાળો અટકાવવા હવે શહેરમાં બે મહિના બાદ દવા છંટાશે

aapnugujarat

અમદાવાદના દંપતિને શામળાજી પાસે દુર્ઘટના નડી, ત્રણ મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1