Aapnu Gujarat
ગુજરાત

ઠેર-ઠેર કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

સુરેશ ત્રિવેદી, ભાવનગર

વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાવનગર જિલ્લા દ્વારા તારીખ 30 ઓગસ્ટને જન્માષ્ટમી પર્વ તેમજ જન્માષ્ટમીના પવિત્ર તહેવાર ના દિવસે 1964 માં હિન્દુ એકતાના મંત્ર સાથે વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના કરવામાં આવેલ તેથી 
વિશ્વ હિન્દુ પરિષદ સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગર શહેર જિલ્લા ના વિવિધ વિસ્તાર માં સરકાર શ્રી ના નિયમો અનુસાર મહા આરતી અને શ્રી કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું . 
તેમજ ભાવનગર શહેરના પાનવાડી વિસ્તાર ખાતે શોભાયાત્રાનું આયોજન સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ છે.આ શોભાયાત્રા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના ભાવનગર જીલ્લા અધ્યક્ષ શ્રી ચંદ્રસિંહજી જાડેજા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવેલ 
તેમજ તળાજાના મોટા ઘાણા ખાતે પણ શોભાયાત્રાનું આયોજન બજરંગ દળ જિલ્લા સંયોજક લાખાભાઈ આહીર તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ.આ શોભાયાત્રા માં ભાવનગર જીલ્લા મંત્રી અરવિંદભાઈ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
તેમજ તળાજાના કઠવા ગામ ખાતે ની  શોભાયાત્રામાં ઈતિહાસની ઝાંકી કરાવતી મહાપુરુષો ની વેષભુષા પણ આકર્ષણ નું કેન્દ્ર રહી હતી.તેમજ તળાજાના ઉંચડી ગામ ખાતે શોભાયાત્રા યોજવામાં આવેલ. 
તેમજ ભાવનગરના વરતેજ ગામ ખાતે શ્રી ચત્રભુજ મંદિર તેમજ શ્રી રામજી મંદિર ખાતે કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યુ હતું . તેમજ ભરતનગર વિસ્તારના શિવનગરમાં તેમજ શિવનગરના ભાવ ભાવેશ્વર મહાદેવ મંદિર ખાતે તેમજ ગાયત્રીનગર મુખ્યમંત્રી આવાસ ખાતે તેમજ કાળીયાબીડ નીલમણીનગર ગૌતમ રો હાઉસ ખાતે દશામાંના મંદિર ખાતે તેમજ હાદાનગર વિસ્તાર માં શ્રધ્ધાનાથ મહાદેવ મંદિર ખાતે તેમજ વડવા તલાવડી માં શીતળા માતાના મંદિર ખાતે તેમજ વડવા તલાવડી ના બહુચર માતાના મંદિર ખાતે તેમજ કુભારવાડાના મોતીતળાવ ખાતે તેમજ વડવા પાળીયાધાર માં શ્રી હનુમાનજી મંદિર ખાતે તેમજ  નિમઁળ નગર શ્રી હનુમાનજી મંદિર તેમજ ઘોઘા ગામમાં મહાદેવ મંદિર, સ્કુલ પાસે.આ દરેક સ્થાન પર મહાઆરતી અને કૃષ્ણ જન્મોત્સવનું આયોજન સ્થાનિક કાર્યકર્તાઓએ સ્થાનીક લોકોના સહયોગ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

અમદાવાદનાં ૧૦ થિયેટરોમાં સઘન પોલીસ સુરક્ષા વ્યવસ્થા

aapnugujarat

અમદાવાદના બિલ્ડરોને હવે 1 અને 2 BHK ફ્લેટ બનાવવામાં રસ નથી રહ્યો

aapnugujarat

નવરંગપુરા પાર્કિંગમાં એક વાહન પાર્ક કરી શકાયું નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1