Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદનાં ૧૦ થિયેટરોમાં સઘન પોલીસ સુરક્ષા વ્યવસ્થા

સંજય લીલા ભણસાલીની પદ્માવત ફિલ્મ રાજપૂત સમાજના ઉગ્ર વિરોધ અને વિવાદ વચ્ચે અટવાયેલી પડી છે ત્યારે હવે તા.૨૫મી જાન્યુઆરીએ ફિલ્મના રિલીઝને લઇ ખાસ કરીને અમદાવાદ શહેરમાં હજુ પણ અવઢવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે. એકબાજુ, મલ્ટિપ્લેક્સ એસોસીએશન દ્વારા અમદાવાદના ૨૬ મલ્ટિપ્લેક્સ થિયેટરમાં અને ગુજરાતના ચાર જિલ્લાઓ અમદાવાદ, વડોદરા, ભાવગનર અને મહેસાણામાં ફિલ્મ રિલીઝ નહી કરવાની જાહેરાત કરાઇ ચૂકી છે ત્યારે બીજીબાજુ, આજે રાજય પોલીસ તંત્ર દ્વારા અમદાવાદ શહેરના દસ થિયેટરોમાં એક-એક એસઆરપી પ્લાટુન અને એક પીએએસઆઇ સહિતનો ચુસ્ત લોખંડી પોલીસ બંદોબસ્ત ફાળવાતાં આ દસ થિયેટરોમાં ફિલ્મની રિલીઝને લઇ અનેક અટકળો પ્રવર્તતી જોવા મળી હતી. અમદાવાદના જે મલ્ટિપ્લેક્સ અને થિયેટરોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે તેમાં વસ્ત્રાપુર પોલીસમથક હેઠળ આવતાં આલ્ફાવન સિનેપોલીસ સિનેમા, હિમાલયા મોલ, પીવીઆર એક્રોપોલિસ સિનેમા, ડ્રાઇવઇન, સેટેલાઇટ પોલીસમથક હેઠળ આવતાં એસજી હાઇવે પર ઇસ્કોન મંદિર સામે કે.સરાસરા, ગુલમહોર પાર્ક મોલ ખાતે મુકતા સિનેમા, સોલા પોલીસ મથક હેઠળ આવતાં એસજી હાઇવે પરના રાજહંસ સિનેમા, પીવીઆર, રેડ કાર્પેટ અને સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતાં સીટી ગોલ્ડ, આંબલી રોડ થિયેટરોનો સમાવેશ થાય છે. આ તમામ થિયેટરોમાં ૩૪ એસઆરપી જવાનો યુકત એક-એક એસઆરપી પ્લાટુન અને એક-એક પીએસઆઇ એમ કુલ દસ પીએસઆઇ આ સુરક્ષા કાફલામાં તૈનાત કરાયા છે, બીજીબાજુ, રાજપૂત સમાજ અને કરણી સેના ફિલ્મનો જોરદાર વિરોધ કરી રિલીઝ અટકાવવાના મૂડમાં છે, જેને લઇ અમદાવાદ શહેરમાં હજુ પણ ફિલ્મની રિલીઝને લઇ સસ્પેન્સ બની રહ્યું છે.પદ્માવત ફિલ્મની રિલીઝ અંગે સુપ્રીમકોર્ટે આપેલી લીલીઝંડી બાદ પણ ફિલ્મને રજૂ કરવાના મુદ્દે ભારે અસમંજસભરી સ્થિતિ સર્જાઇ હતી. ગઇકાલે અમદાવાદ, મહેસાણા, પાટણ સહિતના રાજયના વિવિધ વિસ્તારોમાં તોડફોડ, આગચંપી અને હાઇવે ચક્કાજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અમદાવાદ શહેર સહિત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવી ઘટનાઓ સામે આવતાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોની એસટી સેવાને સુરક્ષા અને અગમચેતીના પગલારૂપે રદ કરવામાં આવી હતી, જેમાં ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં એસટી બસોની હજારો ટ્રીપો રદ કરવામાં આવી હતી. આજે સતત બીજા દિવસે પણ એસટી સેવા ખોરવાયેલી રહેતા મુસાફરોની હાલત કફોડી બની રહી હતી.

Related posts

ઉમરેઠમાં ૬૮ વર્ષનાં વૃદ્ધએ માનસિક અસ્થિર યુવતીને વાસનાનો શિકાર બનાવી

aapnugujarat

અમદાવાદમાં ૫૦ ટ્રાફિક સિગ્નલ બનાવાશે

aapnugujarat

सूरत शहर में बच्चे के ऊपर से गुजर गई कार, खरोच तक नहीं आई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1