Aapnu Gujarat
ગુજરાત

સુરતનાં ૧૬ થિયેટરોમાં પદ્માવત નહીં બતાવાય

સુરતમાં કુલ ૨૪ થિયેટરોમાંથી ૧૬ થિયેટરોમાં ફિલ્મ નહી બતાવવાનો નિર્ણય લેવાયો છે. જયારે આઠ થિયેટરોમાં પદ્માવત રજૂ કરવા અંગેની વિચારણા ચાલી રહી છે. પદ્માવત ફિલ્મના વિવાદ અને વિરોધ વચ્ચે આજે સુરત જિલ્લા કલેકટર, સુરત શહેર પોલીસ કમિશનર અને થિયેટર સંચાલકો વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી, જેમાં લોકોના જાન-માલની સુરક્ષા, થિયેટરોનું રક્ષણ સહિતના સઘળા પાસાઓ પર વિસ્તારપૂર્વક ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી.
થિયેટર સંચાલકોએ તમામ પાસાઓ ધ્યાનમાં લીધા બાદ સુરતના કુલ ૨૪ થિયેટરો પૈકીના ૧૬ થિયેટરોમાં પદ્માવત નહી બતાવવાનો નિર્ણય લેવાયો છે, જયારે આઠ થિયેટરમાં આ ફિલ્મના રિલીઝ કરવી કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે. બીજીબાજુ, કરણી સેનાના નેતાઓ અને આગેવાનો દ્વારા પણ આવતીકાલે સુરત પોલીસ કમિશનર અને કલેકટર સાથે આ મુદ્દે મહત્વની બેઠક યોજી તેમને ફિલ્મની રિલીઝ પડતી મૂકવા અનુરોધ કરાય તેવી શકયતા છે.

Related posts

પંચમહાલની ગ્રાન્ટેડ કોલેજોમાં ફરજ બજાવતા સહાયક અધ્યાપકો દ્વારા ધારાસભ્યને આવેદન સોંપાયું

editor

વઢવાણના આંગણવાડી કેન્દ્રો ખાતે યોગ દિવસની ઉજવણી

editor

કરોડો-કરોડો લોકોની શ્રદ્ધા અને આસ્થા પર આતંકવાદીઓએ એટેક કરીને જઘન્ય, માનવતા વિરોધી અને રાક્ષસી કૃત્ય કર્યું છે : ભરત પંડયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1