Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલની ગ્રાન્ટેડ કોલેજોમાં ફરજ બજાવતા સહાયક અધ્યાપકો દ્વારા ધારાસભ્યને આવેદન સોંપાયું

પંચમહાલ જિલ્લામાં આવેલી ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપક સહાય યોજના હેઠળના અધ્યાપકોના પડતર પ્રશ્નોને લઈને ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીને સહાયક અધ્યાપક તરીકે ફરજ અધ્યાપકો દ્વારા આવેદનપત્ર આપીને પોતાની માગંણીઓ પુરી કરવામા આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યની આશરે ૩૫૦થી પણ વધારે ગ્રાન્ટેડ કોલેજોમાં અધ્યાપકોની ભરતી યુજીસીની લાયકાત અને કેન્દ્રિયકૃત મેરીટના આધારે પ્રથમ પાંચ વર્ષ ફિકસ પગારમાં અધ્યાપક સહાયક તરીકે કરવામાં આવે છે. આ અધ્યાપકોનાં ઘણાં પડતર પ્રશ્નોની માંગણીઓનો સરકાર દ્વારા કોઈ ઉકેલ આપવામાં આવતો નથી. આવેદનમાં જણાવાયું છે કે, સરકાર દ્વારા ઠરાવો બહાર પાડીને વર્ગ ૩-૪માં ફિકસ પગારમાં ફરજ બજાવતા તમામ શાળાના વિદ્યાસહાયકોની પાંચ વરસ ફિકસ પગારની નોકરી સંળગ ગણીને બઢતી, ઉચ્ચત્તમ પગાર ધોરણ સહિતના લાભો આપ્યા છે પરંતુ સહાયક અધ્યાપકોને લાભોથી વંચિત રાખવામાં આવ્યાં છે તો સહાયક અધ્યાપકોને પણ પાંચ વરસની ફિકસ નોકરી કાયમી સેવા સાથે સંળગ ગણીને બઢતી, ઉચ્ચત્તમ પગાર ધોરણ, નિવૃતિ વિષયક તેમજ કેરિયર એડવાન્સ મેન્ટ સ્કિમ સહિતના લાભો આપવામાં આવે. શાળાનાં શિક્ષકોને ફાજલનું રક્ષણ આપવામાં આવ્યું છે તો કોલેજોમાં અધ્યાપક સહાય યોજના હેઠળ જોડાયેલા અધ્યાપકોને પાંચ વર્ષ દરમિયાન કે પાંચ વર્ષ પુર્ણ કરી પુરા પગારમાં સમાવ્યા બાદ પણ શા માટે રક્ષણ કરવામાં આવતું નથી ? આથી અધ્યાપકોને પણ કોલેજોમાં વર્ગ ઘટાડો થતા કે કોલેજ બંધ કરતાં ફાજલનું રક્ષણ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી, સાથે તેમણે ફિકસ પગારમાં વધારો કરીને સાતમા પગાર પંચ મુજબ પગાર વધારાનો લાભ આપવામાંમ આવે તેવી આવેદન પત્રમાં રજુઆત કરી હતી. અધ્યાપક સુરેશ ચૌધરી, રુપેશ નાકર સહિતનાઓએ હાજર કરીને ધારાસભ્ય સી.કે રાઉલજીને પોતાની માંગણીઓની રજુઆત કરતું આવેદનપત્ર સોંપ્યું હતું.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

ગુજરાત : ઘણી જગ્યાએ હજુ ભાજપ નેતાઓના બહિષ્કાર

aapnugujarat

પંચમહાલ યુથ કોંગ્રેસ દ્વારા ગેસ જોડાણની બંધ સબસીડી આપવા આવેદનપત્ર સોંપાયું

editor

શહેરમાં ડેન્ગ્યુના ખતરનાક ભરડામાં બાળકો સપડાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1