Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલ યુથ કોંગ્રેસ દ્વારા ગેસ જોડાણની બંધ સબસીડી આપવા આવેદનપત્ર સોંપાયું

પંચમહાલ જીલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ મીકી જોસેફની આગેવાની હેઠળ જીલ્લા પુરવઠા તંત્રને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવામાં આવ્યું હતું કે, કોરોનાની મહામારી અને લોકડાઉનને કારણે તમામ લોકોની હાલત કફોડી અને ચિંતાપ્રેરીત છે. આ સંજોગોમાં સરકારે ગેસ જોડાણ ધરાવનાર ગ્રાહકોને રાહત આપવી જરૂરી છે પરંતુ દુઃખની વાત એ છે ખુબ જ કપરી પરિસ્થિતિમાં પણ સરકાર પ્રજા સાથે ઉભા રહેવાને બદલે તેના અધિકાર અને હકથી ગ્રાહકોને વંચિત રાખે છે. પંચમહાલ જીલ્લાની પ્રજાની લાગણી સહ વિનંતી કરીએ છે કે જીલ્લાના ગ્રાહકો જે ગેસ જોડાણ ધરાવે છે તેમના ખાતામાં તેમની સબસીડી તાત્કાલિક જમા કરી આર્થિક સહયોગ આપવામાં આવે, કોરોના મહામારી, લોકડાઉન અને ધંધા રોજગાર સંદતર બંધ હોવાને કારણે ગેસ ગ્રાહકોની ઉપયોગી સબસીડી તાત્કાલિક આપવામાં આવે તેવી અમારી માંગ અને રજુઆત છે. આવેદન આપવા માટે અન્ય કાર્યકરો પણ હાજર રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

કુર્મી પટેલોના વોટ માટે કોંગ્રેસ હાર્દિક પટેલની સહાય મેળવશે

aapnugujarat

रिवरफ्रंट पर मचेगी फाग मैत्री महोत्सव-१८ की धूम

aapnugujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૧ વર્ષના બજેટના ૧૪ હજાર કરોડ ખર્ચ્યા જ નથી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1