Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલમાં ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મહિલાની પ્રસૃતિ કરાવાઈ

પંચમહાલ જીલ્લામાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા એક ગર્ભવતી મહિલાની સફળ પ્રસૃતિ કરાવામા આવી હતી જેમાં મહિલાએ એક બાળકી અને બાળકને જન્મ આપ્યો છે. મળતી માહિતી અનુસાર શહેરા તાલુકાના નાડા ગામે રહેતા ચંદ્રિકા પટેલ ગર્ભવતી હોવાથી તેમને સવારના સમયમાં પ્રસુતિની પીડા ઉપડી હતી, તેમના પરિવાર દ્વારા ૧૦૮ સેવાને જાણ કરવામાં આવી હતી. મોરવા હડફ કેન્દ્રની ૧૦૮ એમ્બ્યુલન્સ ઈએમટી સ્ટાફના રાકેશ બારીયાએ ચંદ્રિકા પટેલની સફળ પ્રસૃતિ કરાવી હતી અને તેમને સ્વસ્થ એક બાળક અને એક બાળકીને જન્મ આપ્યો હતો.જોડીયા બાળકનો જન્મ થતાં માતા તથા તેમના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, ૧૦૮ ઇમરજન્સી સેવા ગુજરાતના છેવાડાના ગામ સુધી પહોંચી છેે અને મેડીકલ ઇમરજન્સી, અકસ્માત સહિતના કેસોમાં આશીર્વાદ સમાન બની છે. આજ સુધી લાખો લોકોને બચાવ્યા પણ છે.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

૫૦ રૂપિયાની લેતીદેતીમાં મિત્ર એ કરી મિત્રની હત્યા

aapnugujarat

मणिनगर क्षेत्र में बीयु परमीशन आवास के लिए लेकर स्कूल शुरू कर दी

aapnugujarat

દેવપુરા નર્મદા કેનાલમાં ૪ યુવતીઓએ ઝંપલાવી દીધું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1