Aapnu Gujarat
ગુજરાત

જશાપર ખાતે પેટાકેનાલમાં લીકેજ થતા ખેડુતોના પાકને નુકશાન

સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા

રાજ્યમા છેવાડાના વિસ્તારોને પાણી પુરુ પડી રહે તે માટે સરકાર દ્વારા નમઁદા કેનાલો નિમાઁણ કરાઇ છે ત્યારે રાજ્યની ખેડુત સુખી અને સમૃદ્ધ રહે સાથે જ પોતાના પાક અને વાવેતરનો ઉચ્ચ ગુણવત્તા ટકાવી રાખવા માટે આ કેનાલ આશીઁવાદ રુપ નિવડે તેવા હેતુથી નિમાઁણ થયેલી કેનાલોમાં અનેક પ્રકારના ભ્રષ્ટાચાર પણ સામે આવ્યા છે અને જે ભ્રષ્ટાચારના લીધે ખેડુતોને આશીઁવાદ સમાન બનવા જઇ રહેલા કેનાલો અભિશાપ રુપી સાબિત થઇ છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જશાપર ગામે માળીયા બ્રાન્ચ કેનાલમાંથી નિકળતી અનેક પેટા કેનાલનું કામ અધુરુ જોવા મળે છે અને જે એકલ-દોકલ કેનાલનું કામ પુણઁ થયેલ છે તેમા પણ લીકેજના પ્રશ્નો અથવા છે જશાપર ગામે પેટા કેનાલ લીકેજ થતા અનેક ખેડુતોના ઉભા પાકમાં પાણી ફરી વળે છે જેથી ખેડૂતોને મહામહેનતે વાવેતર કરેલો પાક નિષ્ફળ જાય છે એક તરફ વરસાદ ખેંચ્યો છે અને બીજી તરફ જરુરીયાત કરતા વધુ પ્રમાણમાં પાણી લીકેજ થતા સમગ્ર પાક બાળક જવાનો પ્રશ્ન વારંવાર ઉદભવે છે આ તરફ જશાપર ગામે અનેક ખેડુતોના ખેતરમાંથી નિકળતી પેટા કેનાલ લીકેજ થતા સમગ્ર ખેતરમાં પાણી ભરાય છે અને આ પાણી ભરાયા જ ખેતર કોઇ તળાવની માફક નજરે પડે છે જ્યારે અહિંના ખેડુતો દ્વારા પેટા કેનાલમાંથી પાણી લીકેજ થવાના પ્રશ્નને લઇને અનેક રજુવાત કરી છતા પણ આજ દિન સુધી ખેડુતોની રજુવાત ધ્યાને લેવાઇ નથી વળી ખેડુતો દ્વારા જણાવ્યા અનુસાર પેટા કેનાલોમાં સમયાંતરે સાફસફાઇ નહિ થતી હોવાથી ઉગી નિકળેલી બાવળની ઝાડીઓ તથા કચરો પાણીને અવરોધ ઉભો કરે છે અને પેટા કેનાલોના કામમા પણ જે તે સમયે થયેલ ભ્રષ્ટાચારના લીધે આજે મોટા ભાગની કેનાલમા તિરાડો પડી ગઇ છે જેથી પાણી લીકેજનો પ્રશ્ન ખેડુતોને સતાવી રહ્યો છે પરંતુ અધિકારીઓને ખેડુતોની રજુવાતમા કોઇ જ રસ હોય નહિ તે રીતે કાયઁવાહી કરીશુ તેવા ઉડાવ જવાબ આપવામા આવે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડુતો માટે આશીઁવાદ સમાન નિમાઁણ કરેલી કેનાલો હાલ તો અભિશાપ સમાન સાબિત થઇ રહી છે.

Related posts

ભરતસિંહ સોલંકીની તબિયતમાં સુધારો

editor

આર્થિક માંધાતાઓએ બજેટ વૃધ્ધિપ્રેરક, લોકપ્રિય તેમજ સંતુલિત ગણાવ્યું

aapnugujarat

એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1