Aapnu Gujarat
ગુજરાત

એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર ભાજપનો દબદબો

રાજ્યમાં વિધાનસભાની અનેક બેઠક એવી છે, જ્યાં કમિટેડ મતદાતા છે. જેમાંની અમદાવાદની એલીસબ્રિજ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. એલીસબ્રિજ બેઠક પર ભાજપ ૪૫ વર્ષથી જીતતુ આવ્યું છે. ૧૯૭૨ બાદ કોંગ્રેસ એલિસબ્રિજ બેઠક પર જીતથી વંચિત રહી છે. અમદાવાદની એલિસબ્રિજ વિધાનસભા બેઠક પર હંમેશા ભાજપનો દબદબો રહે છે. ભાજપે આ વખતે રાકેશ શાહને ફરીવાર ટિકિટ આપી છે. એલિસબ્રિજ બેઠકના મતદાતાઓને ભાજપની કમિટેડ વોટબેંક ગણવામાં આવે છે. ૧૯૭૨ બાદ કોંગ્રેસે એલિસબ્રિજ બેઠક પર ક્યારેય જીત મેળવી નથી.  ૧૯૬૨માં કોંગ્રેસના ઉમેદવાર ઈન્દુમતીબહેન જીત્યા હતાં. જે બાદ ૧૯૬૭માં અપક્ષમાં ચૂંટણી લડેલી આર.કે પટેલ ચૂંટણી લડ્યા અને જીત મેળવી હતી. તો ૧૯૭૨ બાદ એલિસબ્રિજ બેઠક પર નવ વખત ચૂંટણી યોજાઈ છે. પરંતુ એક પણ ચૂંટણીમાં કોંગ્રેસને જીત મળી નથી.એલિસબ્રિજ બેઠક પર ભાજપના અનેક ઉમેદવારનો વિરોધ કરવામાં આવ્યો હોવા છતાં મતદારોનો ઝુકાવ ભાજપ તરફ હંમેશાની જેમ રહ્યો છે. ૧૯૭૨માં બાબુભાઈએ જંયત હરીભક્તને ૧૪ હજાર મતથી હરાવ્યા હતાં. જે બાદ બાબુભાઈ જનતા પાર્ટીમાં જોડાયા હતાં. તો ૧૯૮૫માં પણ બાબુભાઈએ કોંગ્રેસના ઉમેદવારને ફરીવાર હરાવી ૩૫૬૬ મતના માર્જિનથી જીત મેળવી હતી. આમ એલિસબ્રિજ બેઠક પર સવર્ણ મતદારો હંમેશાની જેમ ભાજપ પર જીતનો કળશ ઢોળતા આવ્યાં છે.

Related posts

તેલના ભાવ વધારાથી મધ્યમવર્ગની હાલત કફોડી

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લામાં કોન્ટેકટ ટ્રેસિંગ કમિટીની રચના કરાઇ.

editor

યુ.કે. વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯માં પાર્ટનર દેશ નહીં બને

aapnugujarat

Leave a Comment

UA-96247877-1