Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ જનોઈધારી હિન્દુ છે : રણદીપ સૂરજેવાલા

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સોમનાર મંદિરની મુલાકાત ચર્ચાનું કેન્દ્ર બની હતી. સોમનાથ મંદિરના રજિસ્ટર્ડમાં નોંધણી સમયે રાહુલ ગાંધીએ બિન-હિન્દુના રજિસ્ટરમાં નોંધ કરી લેતા આ આખો મુદ્દો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેનો ખુલાસો કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ કર્યો હતો. સૂરજેવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધીના સોમનાથ દર્શનને લઈને ખોટો મુદ્દો ઉપાડવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાધી જનોઈધારી હિન્દુ છે. વિઝીટર બૂકમાં ખોટી એન્ટ્રી થઈ છે.ચૂંટણી પ્રચાર માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાધી હાલ ગુજરાતની મુલાકાતે છે. જેમાં તેમણે સવારે સોમનાથ મંદિરથી દર્શન કરીને પ્રચારની શરૂઆત કરી હતી. પંરતુ અહીં મંદિરના રજિસ્ટર્ડમાં રાહુલ ગાંધીએ અહેમદ પટેલ સાથે બિન-હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોઁધણી કરાવી હતી. આ વાત ચર્ચાનો વિષય બની હતી અને સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીની બિન-હિન્દુ તરીકેનીન નોંધણીની તસવીર વાઈરલ થઈ હતી. હકીકતમા રાહુલની સાથે આવેલા મીડિયા કો-ઓર્ડિનેટર મનોજ ત્યાગીએ રજિસ્ટરમાં રાહુલ અને અહમદ પટેલનું નામ બિન-હિન્દુ તરીકે નોંધ્યું હતું.રાહુલની સોમનાથ એન્ટ્રીથી ગરમાયેલા રાજકારણને કારણે કોંગ્રેસે મોડી સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપ્યો હતો. કોંગ્રેસના નેતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, હતાશ ભાજપ હવે નિમ્ન કક્ષા પર ઉતરી આવી છે.
રાહુલ ગાંધીના સોમનાથ દર્શનને લઈને ખોટો વિવાદ ઉભો કરવામા આવી રહ્યો છે. રાહુલ ગાંધી શિવના ભક્ત છે. તેઓ નખશિખ જનોઈધારી હિન્દુ છે. મંદિરના રજિસ્ટર્ડમા કરાયેલી એ એન્ટ્રી સાવ ખોટી છે. રાહુલ ગાંધીએ તમામ જગ્યાએ હિન્દુ તરીકે જ ઓળખ આપી છે. તેમના પિતાના પણ હિન્દુ રીતરિવાજોથી અંતિમ સંસ્કાર કરાયા હતા, તેમજ અસ્થિ વિસર્જન કરાયુ હતું.ભાજપ પર પ્રહાર કરતા સૂરજેવાલાએ કહ્યુ કે, રાહુલ ગાંધી ૧૮ કિલોમીટર ચાલીને જાય તો પણ ભાજપને તકલીફ થાય છે. રાહુલ ગાધી દ્વારકાધીશના દર્શન કરવા જાય તો પણ ભાજપને તકલીફ થાય છે. ભાજપના લોકોને વિનંતી છે કે, રાજકરણને આટલે નીચે ન લઈ જાઓ. વડાપ્રધાને અમે માન-સન્માન આપીએ છીએ, અને આપતા રહીશું. સત્તાના અહંકારમાં એટલા ન ડૂબી જાઓ કે, મંદિરમાં પણ રાજનીતિ કરો. ચૂંટણી આવશે અને જશે, પણ સસ્તી રાજનીતિ સારી નથી. તેના કરતા પીએમ મોદી ગુજરાતના જોડાયેલા મુદ્દાઓનો જવાબ આપે. આ ચૂંટણી ચીન કે પાકિસ્તાનમા નથી.
સૂરજેવાલાએ કહ્યું કે, રજિસ્ટર્ડમા મીડિય કો-ઓર્ડિનેટર મનોજ ત્યાગીની સહી છે. મનોજ ત્યાગીએ મીડિયાની એન્ટ્રી તરીકે સહી કરી હતી. રાહુલ ગાંધીને રજિસ્ટર આપવામાં આવ્યુ જ નથી. વિઝીટર બૂકમાં રાહુલ ગાંધીએ ગાડીમા બેસતા સમયે એન્ટ્રી કરી હતી. રાહુલે માત્ર મંદિરની મુલાકાતનો જ તેમાં ઉલ્લેખ કર્યો છે. એન્ટ્રી સમયે બૂક સાવ ખાલી હતી. રાહુલ ગાંધીએ જેમાં એન્ટ્રી કરી છે, તે રજિસ્ટર અલગ છે.ઉલ્લેખનીય છે કે, સોમનાથ ટ્રસ્ટે ત્રણેક વર્ષ નિયમ બનાવ્યો હતો કે બિન-હિન્દુઓએ મંદિરમાં પ્રવેશ કરવો હોય તો તેમણે જનરલ મ ેનેજરની ઓફિસનો સંપર્ક કરી, જરૂરી રજિસ્ટરમાં નોંધણી કરી પ્રવેશની મંજૂરી મેળવવાની રહેશે.

Related posts

अब हवाई सेवा से जुडेंगे उत्तरप्रदेश के सभी छोटे शहर

aapnugujarat

कांग्रेस हेडक्वार्ट्रर से कुछ ही दूरी लगाई गई राफेल की एक प्रतिकृति

aapnugujarat

શરદ પવાર લોકસભાની ચૂંટણી નહીં લડે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1