Aapnu Gujarat
ગુજરાત

ચોમાસામાં દાબોસા વોટર ફોલ બન્યો પ્રવાસીઓનું ફેવરિટ ટુરિસ્ટ પેલેસ

સેલવાસ નાસિક રોડ ખાતે આવેલ દાબોસા ધોધ અતિ મોહક અને રળિયામણો છે. આમ તો દાદરા નગર હવેલી એક નાનો વિસ્તાર છે, કુલ ૪૯૧ સ્કેવર કિલોમીટરમાં આવેલુ છે. જેમાંથી ૪૨ ટકા વિસ્તાર રીઝર્વ ફોરેસ્ટ છે. અહીં અનેક નાના મોટા ગાર્ડનો, વાઈલ્ડ લાઈફ સેન્ચુરી, ડિયર પાર્ક,લાયન સફારી,બટરફલાય ગાર્ડન તેમજ દૂધની ખાતે મોટું જળાશય આવેલું છે. એની પ્રકૃતિના ખોળે આવેલુ દાદરા નગર હવેલી તેમજ ગુજરાત મહારાષ્ટ્ર સરહદોના વિસ્તાર અતિશય રમણીય છે. જેને જાેવા ગત ૨૦૧૯-૨૦ માં ૧૦ લાખ કરતા વધુ પ્રવાસીઓ આવી ચુક્યા છે. એક વર્ષમાં ૧૦ લાખ પ્રવાસીઓએ સંઘપ્રદેશની મુલાકાત કરી પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર દાદરા નગર હવેલી તેમજ ગુજરાત મહારાષ્ટ્રના સરહદી વિસ્તાર મોન્સૂન ટુરિસ્ટોની પંસદગીનુ સ્થાન બની ચૂક્યું છે. ક્યાં આવેલો છે દાબોસા વોટર ફોલ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર આ વિસ્તાર સંઘપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો છે. દાદરા નગર હવેલીની મહારાષ્ટ્ર સરહદથી નાસિક તરફ જતા લગભગ ૭-૮ કિલોમીટરના અંતરે દાબોસા ગામ આવેલું છે. સેલવાસથી આ સ્થળ ૫૦ કિલોમીટર થાય છે. અહીં લગભગ ૩૦૦ ફૂટ કરતા વધુ ઉંચાઈથી પાણીનો વિશાળ ધોધ પડતો જાેવા મળે છે. અહીં કેટલાક નાના મોટા ઢાબાઓ આવેલા છે. હાલ કોરોનાના કારણે અહીં કેટલાક નિયંત્રણો લગાવવામા આવ્યા છે. હાલ શનિ-રવિ દરમિયાન અહીં પ્રવાસીઓની એન્ટ્રી પર પ્રતિબંધ છે. બાકીના દિવસો દરમિયાન પ્રવાસીઓ અહીં આવીલ લખલૂટ કુદરતી સોંદર્યને નજીકથી માણી શકે છે. ધોધ આસપાસ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠીચોમાસાના કારણે મહારાષ્ટ્ર અને સંઘપ્રદેશ આસપાસ વરસેલા વરસાદના પગલે હાલ દાબોસા વોટર ફોલ સંપૂર્ણ રીતે સક્રિય છે. ચોમાસાના કારણે ધોધની આસપાસ આવેલા પહાડી વિસ્તારો પર પણ લીલી ચાદર છવાઈ ગઈ છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને સંઘ પ્રદેશના લોકો માટે ચોમાસા દરમિયાન આ સ્થળ ફેવરિટ ડેસ્ટિનેશન બની રહે છે.
ગુજરાતમાં જ્યારે ધોધની વાત આવે ત્યારે દક્ષિણ ગુજરાતમાં આવેલા ગીરા ધોધ અને સૌરાષ્ટ્રમાં આવેલા જમજીરના ધોધની ચર્ચા થતી હોય છે. પરંતુ, ગુજરાતની પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલો દાબોસા વોટર ફોલે પણ ગુજરાતના પ્રવાસીઓમાં અનેરું આકર્ષણ જગાવ્યું છે. ચોમાસા દરમિયાન સક્રિય થયેલો ધોધ અને આસપાસ ખીલી ઉઠેલી પ્રકૃતિ અહીં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

Related posts

કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામ ખાતે કોરોના મહામારી ને લઇ પાઉડરની દવાનો છંટકાવ કરવામાં આવ્યો…

editor

ધોળકા એપીએમસીમાં ભગવો લહેરાયો

editor

E-cigarettes purchase and sales to be banned in Gujarat : HM Jadeja

aapnugujarat

Leave a Comment

UA-96247877-1