Aapnu Gujarat
ગુજરાત

બોટાદ ખાતે 75 માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

ઉમેશ ગોરાહવા, બોટાદ

ભારત વર્ષના 75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે બોટાદ સરકારી હાઇસ્કુલ ખાતે બોટાદ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ રાષ્ટ્ર ભક્તિના અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી અને આજના દિવસે આપણને આઝાદી અપાવનાર અને દેશની સ્વતંત્રતા માટે પોતાની જાન ન્યોછાવર કરનાર અનેક વિર સપુતોનું સ્મરણ કરી શ્રધ્ધાજંલી આપી હતી.
આ પ્રસંગે કલેકટર તુષાર સુમેરાએ ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે વિકાસની દિશામાં મક્કમતાથી આગળ વધી રહેલા બોટાદ જિલ્લાના પ્રત્યેક વિભાગો દ્વારા વિકાસના અનેક નવા આયામો સર કરવામાં આવ્યા છે. જિલ્લાએ અભૂતપૂર્વ સિધ્ધિઓ હાંસલ કરી ગતિશીલ ગુજરાત અભિયાને આ જિલ્લાના સર્વાંગી વિકાસને ગતિ આપવાનું કાર્યુ કર્યું છે.કો રોના વાયરસની મહામારી અંતર્ગત બોટાદ જિલ્લામાં અનેક પગલાઓ લેવામાં આવ્યા છે કોરોના પ્રથમ તેમજ બીજી લહેરને ધ્યાનમાં રાખી સંભવિત ત્રીજી લહેર સામેની પૂર્વ તૈયારી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન ની પ્રેરણાથી બધાને વેકસીન મફત વેકસીન ની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે સમગ્ર ગુજરાત સહીત બોટાદ જિલ્લામાં 21 જૂન 2021 થી વેકસીનેશન મહાઅભિયાન શરૂ થયેલ છે જિલ્લાના વિવિધ તાલુકા મથકે તેમજ ગામ્ય કક્ષાએ પૂર જોશમાં રસી
આપવાનું કામ શરૂ છે બોટાદ જિલ્લાના ઘણા ખરા ગામડાઓમાં 100 ટકા રસીકરણ પૂર્ણ થયેલ છે બોટાદ્દ જિલ્લાને 100% રસીકરણયુક્ત જિલ્લો બનાવવા વહિવટી તંત્રે ખડેપગે છે. નોડલ અધિકારીશ્રીઓની નિમણૂંક કરી જુદા જુદા ગામોમાં જઈ આગેવાનો સાથે મળી વેકસીન લેવા લોકોને જાગૃત કરવામાં આવે છે. આ કાર્યમાં સહભાગી બનવા ઉપસ્થિત તમામ લોકોને અનુરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, આપણા રાષ્ટ્રને સ્વસ્થ બનાવવું તે પણ એક સ્વતંત્રતાને જાળવી રાખવાનું પગલું છે.
75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે બોટાદ જિલ્લાના પોતાના જીવની પરવા કર્યાં વગર કોરોના મહામારીના કપરા કાળમાં જે અધિકારીઓ, કર્મચારીઓ, તબીબો, પેરામેડિકલ સ્ટાફ, સુરક્ષા કર્મીઓ, સફાઈ કર્મીઓ જવામર્દીપૂર્વક કામગીરી કરેલ છે તેવા સૌ ‘કોરોના વોરિયર્સ’ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ કલેકટર ના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ બાદ કલેકટર તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળા સંકુલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સ્વાતંત્ર્ય પર્વની આ ઉજવણી પ્રસંગે પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર મુકેશ પરમાર, નગરપાલિકા પ્રમુખ જિલ્લા પંચાયત પ્રમુખ પદાધિકારીઓ- અધિકારી ઓ, નગરશ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

પેટાચૂંટણી મોકૂફ રાખવાની અરજી મામલે હાઈકોર્ટે ચૂંટણી પંચને મોકલી નોટિસ

editor

નવા પશ્ચિમ ઝોનમાં ૭ નવા પે એન્ડ પાર્કનું નિર્માણ થશે

aapnugujarat

राज्य में टीबी की अपेक्षा एड्‌स के मरीज ज्यादा हैं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1