Aapnu Gujarat
ગુજરાત

ધર્મ રક્ષા રાષ્ટ્રીય એકતાના ગૌ પ્રેમીઓ દ્વારા રેલી

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ધર્મરક્ષા રાષ્ટ્રીય એકતાના ગૌ પ્રેમીઓ દ્વારા ગૌમાતાનું સંપૂર્ણ સુરક્ષા જળવાઈ રહે તે માટે ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો અને સમગ્ર દેશમાંથી કતલખાનાઓ બંધ થાય જેવી અનેક પાંચ માંગને લઇને રાજપરા ખોડીયાર મંદિર થી 11 તારીખ ના રોજ રેલીનું પ્રસ્થાન થયું હતું.
આ રેલીમાં અસંખ્ય યુવાનો જોડાયા હતા. રાજપરા થી શિહોર ,પાલીતાણા , જેસર, કરમદિયા, બગદાણા રાત્રી રોકાણ, તળાજા, ઘાણા, ભગુડા, ખડસલીયા, મહુવા, તાવેડા, દુધાળા, મોટા આસરાણા, મોટા ખુટવડા સિદ્ધ ગણેશ આશ્રમ માં બીજા દિવસે રાત્રી રોકાણ બાદ અમરેલી, સોમનાથ, જુનાગઢ, દ્રારકા, રાજકોટ, ગાંધીનગર, 30 તારીખે પહોંચચે ત્યારે મહુવા, જેસર, પાલીતાણા, ના ઘણા બધા સંગઠનો દ્વારા આ રેલી સફળતાપૂર્વક પોતાનો સિદ્ધાંત અસલ કરે એ માટે ઘણી બધી બહોળી સંખ્યામાં લોકો વડલી ખાતે આવી પહોંચ્યા હતા.
ત્યાંથી દરેક વ્યક્તિઓ ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો, જો ગૌ હિત કી બાત સુનેગા વો હી દેશ મેં રાજ કરેગા, ગૌ માતાકી જય જેવા અનેક નારાઓ ના પડકાર સાથે સમગ્ર મહુવા ને ગુંજવી લીધું હતું. આ રેલીમાં ગૌમાતાનું સુરક્ષાકવચ જળવાઈ રહે એ માટે અઢારે વર્ણના લોકોએ પોતાનો કિંમતી સમય આપી અને આ રેલીમાં ભાગ લીધો હતો. જ્યારે ગાંધી બાગ પાસે આ રેલીમાં પહેલે થી જોડાયેલ વ્યક્તિને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે, ગુજરાત સરકાર ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે કેન્દ્ર સરકાર પાસે માગણી કરે, રસ્તે રઝળતી ગૌધન ની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, ગૌમાતા અને ગૌવંશની હત્યા કરનાર તસ્કરો ઉપર કડકમાં કડક કાયદાકીય પગલા લેવામાં આવે, અને આ માંગ સરકાર વહેલી તકે સ્વીકારીને અર્જુનભાઈ આંબલીયા જે છેલ્લા ૧૧ જાન્યુઆરીથી અનિશ્ચિત સમય પર ધરણાં પર બેઠેલા છે તેના પારણા કરાવવામાં આવે. આ પાંચ માંગને સરકાર વહેલી તકે પૂરી કરે એવી આ રેલીની માંગ છે.

Related posts

સુરત મહાપાલિકાનાં આસિ. એન્જિનિયર લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

aapnugujarat

मेडिकल स्टोर्स की हड़ताल के कारण मरीजों को हुई परेशानी

aapnugujarat

सीविल स्थित यूएन मेहता अस्पताल में मरीज के बांये पैर के बजाय दाये पैर में स्टेन्ट लगा दिया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1