Aapnu Gujarat
ગુજરાત

પેટાચૂંટણી મોકૂફ રાખવાની અરજી મામલે હાઈકોર્ટે ચૂંટણી પંચને મોકલી નોટિસ

કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ૮ બેઠક પર યોજાનારી પેટાચૂંટણી અંગે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. કોરોનાના કહેર વચ્ચે કેવી રીતે ચૂંટણી યોજવી તે અંગે અરજી કરાઈ હતી. જે અંગે આજે સુનવણી હાથ ધરાઈ હતી. પેટા ચૂંટણીને લઈ હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનવણી શરૂ થઈ છે.
અરજદારે રજૂઆત કરી છે કે, હાલની પરિસ્થિતિમાં ચૂંટણી ન યોજાય. ચૂંટણીના કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા કેન્દ્રીય ચૂંટણી પંચને નોટિસ મોકલવામાં આવી છે. હાઈકોર્ટે ચૂંટણી અધિકારીઓને પણ નોટિસ મોકલી છે.આ મામલે વધુ સુનવાણી ૧૯ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. આગામી સુનવણીમાં ચૂંટણી પંચ પોતાનો જવાબ રજૂ કરશે. અરજી અંગે મુખ્ય ચૂંટણી અધિકારીને નોટિસ મોકલવામાં આવી છે.

Related posts

सूरत के सिटीलाइट क्षेत्र में कॉम्पलेक्स के दादर का हिस्सा धराशायी

aapnugujarat

સુરતમાં ડાયમંડ કંપનીનાં સંચાલકો રત્ન કલાકારોનો પગાર ચૂકવ્યા વગર ફરાર

editor

નિરવ સહિતના ડિફોલ્ટર્સના મહાયજ્ઞમાં નામજોગ સ્વાહા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1