Aapnu Gujarat
રાષ્ટ્રીય

ગુજરાતનાં પિપાવાવમાં આરડીઇએલએ પ્રથમ બે એનઓપીવી શચી અને શ્રુતિ લૉન્ચ કર્યા

રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જિનીયરિંગ લિમિટેડ (આરડીઇએલ)એ આજે ગુજરાતમાં પિપાવાવમાં તેનાં શિપયાર્ડમાં પ્રથમ બે નેવલ ઓફશોર પેટ્રોલ વેસલ્સ (એનઓપીવી) લૉન્ચ કર્યા હતાં. આ જહાજો ભારતીય નૌકાદળ માટે નિર્માણ થઈ રહેલાં પાંચ જહાજનાં પ્રોજેક્ટનો ભાગ છે. બે એનઓપીવી શચી અને શ્રુતિને ગુજરાતનાં પિપાવાવમાં આરડીઇએલનાં શિપયાર્ડમાં વેસ્ટર્ન નેવલ કમાન્ડનાં કમાન્ડિંગ-ઇન-ચીફ ફ્લેગ ઓફિસર પીવીએસએમ, એવીએસએમ, વીએસએમ, એડીસી વાઇસ એડમિરલ ગિરિશ લુથરાનાં પત્ની પ્રીતિ લુથરાએ લૉન્ચ કર્યા હતાં. એનઓપીવીની મુખ્ય ભૂમિકા એન્ટિ-પાયરસી પેટ્રોલ્સ, ફ્લીટ સપોર્ટ ઓપરેશન્સ, ઓફશોર એસેટ્‌સની મેરિટાઇમ સીક્યોરિટી, કિનારાની સુરક્ષાની કામગીરી અને શિપિંગ લેન્સનાં સંરક્ષણ ઉપરાંત દેશનાં વિસ્તૃત એક્સક્લૂઝિવ ઇકોનોમિક ઝોન (ઇઇઝેડ)નું સર્વેલન્સ હાથ ધરવાની છે.
એનઓપીવી ભારતીય નૌકાદળની દરિયામાં સર્વેલન્સ અને પેટ્રોલિંગ ક્ષમતામાં વધારો કરશે.એનઓપીવીનું નિર્માણ આરડીઇએલમાં થયું છે, જે પેટ્રોલ જહાજો છે અને તે બે ૩૩ એમએમ એકે-૬૩૦એમ સાથે ૭૬ એમએમની સુપર રેપિડ ગન માઉન્ટ (એસઆરજીએમ) સિસ્ટમ સાથે સજ્જ છે, જે મધ્યમ રેન્જ અને ટૂંકી રેન્જની આક્રમક અને સંરક્ષણાત્મક ક્ષમતાઓ પ્રદાન કરે છે.
શસ્ત્ર સરંજામનું નિયંત્રણ ઇલેક્ટ્રોનિક ફાયર કન્ટ્રોલ સિસ્ટમ મારફતે દૂરસ્થ (રિમોટ) રીતે થાય છે. જહાજોમાં ડિજિટલ એન્જિન સંચાલિત પ્રોપલ્સન સિસ્ટમ ફિટ કરવામાં આવી છે અને ૨૫ નોટ સુધીની સ્પીડ પ્રદાન કરી શકે છે. આ તમામ જહાજોની કામગીરીનું નિયંત્રણ ઇન્ટેલિજન્ટ ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા થાય છે, જે જહાજનાં બોર્ડ પર તમામ કાર્યકારી પ્રવૃત્તિઓ માટે ઇન્ટરફેસ ધરાવે છે.આ પ્રસંગે વાઇસ એડમિરલ ગિરિશ લુથરાએ ઉલ્લેખ કર્યો હતો કે, આ લૉન્ચ નોંધપાત્ર અને મહત્ત્વપૂર્ણ ઇવેન્ટ છે, કારણ કે આ બંને એનઓપીવી ભારતમાં ખાનગી ક્ષેત્રની શિપયાર્ડ દ્વારા લૉન્ચ કરેલ પ્રથમ યુદ્ધજહાજો છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે, ભારતીય નૌકાદળ દ્વારા ખાનગી ક્ષેત્ર માટે યુદ્ધનાં જહાજોનું નિર્માણ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેનાં પગલે ખાનગી ક્ષેત્રએ આ તકનો ઉપયોગ કરવો જોઈએ, જે રાષ્ટ્રીય ક્ષમતાનાં આ મુખ્ય ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં વધારા માટે સક્ષમ પરિબળ છે. સી-ઇન-સીએ એવો ઉલ્લેખ પણ કર્યો હતો કે, જ્યારે આપણે અનેક ગુણવત્તાયુક્ત યુદ્ધજહાજોનું નિર્માણ કર્યું છે અને તેને કાર્યરત કરી છે, ત્યારે આપણાં શિપયાર્ડ ગુણવત્તા, ઉત્પાદકતા તથા નવીનતા, આધુનિક ટેકનિક અને પ્રક્રિયાઓ અને સંપૂર્ણ કાર્યદક્ષતા પર કેન્દ્રિત અભિગમ સાથે નિર્માણનાં સમયગાળા સાથે વૈશ્વિક ધારાધોરણો હાંસલ કરવાનાં ઉદ્દેશ સાથે કાયાપલટ કરવા સતત ઉત્સુક રહેવાની જરૂર છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રોજેક્ટ્‌સનો અમલ આયોજિત સમયપત્રક મુજબ કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય જરૂરિયાતો પૂર્ણ કરવા ઉપરાંત શિપયાર્ડે નિકાસલક્ષી અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.સી-ઇન-સીએ રિલાયન્સ ડિફેન્સ એન્ડ એન્જ. લિમિટેડ અને તેનાં વર્કફોર્સ તથા નૌકાદળનાં યુદ્ધજહાજોની ઓવરસીઇંગ અને ક્વોલિટી એશ્યોરન્સ ટીમ્સને આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ મેળવવા તેમનાં ખંત અને પ્રયાસો બદલ અભિનંદન આપ્યાં હતાં તથા ઉલ્લેખ કર્યો હતો કે તેઓ નજીકનાં ભવિષ્યમાં ભારતીય નૌકાદળમાં શચી અને શ્રુતીને સામેલ કરવા આતુર છે.

Related posts

3 terrorists killed in encounter at Pulwama

editor

મની લોન્ડરિંગ કેસમાં સતત બીજા દિવસે વાઢેરાની કલાકો પુછપરછ

aapnugujarat

१७ हजार पेेडों की कटाई का मामला : केन्द्र सरकार के फैसले पर दिल्ली हाई कोर्ट ने लगाई रोक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1