Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજ્યસભામાં સર્વાનુમતે નૌકાદળ (ન્યાયક્ષેત્ર અને દરિયાઈ દાવાઓની પતાવટ) ખરડો, ૨૦૧૭ પસાર થયો

સંસદનાં શિયાળુ સત્ર દરમિયાન નૌકાદળ (ન્યાયક્ષેત્ર અને દરિયાઈ દાવાની પતાવટ) ખરડો, ૨૦૧૭ રજૂ થયો હતો, જેનાં પર રાજ્યસભામાં ગઈકાલે (૨૪ જુલાઈ) ચર્ચા થઈ હતી અને ગૃહમાં સર્વસંમતિથી પસાર થયો હતો. આ ખરડાનો ઉદ્દેશ આધુનિક ભારતીય કાયદા સાથે જૂનાં કાયદાને બદલવા પ્રસ્તુત કાયદાઓને સંગઠિત કરવા કાયદેસર માળખું સ્થાપિત કરવાનો અને દેશનાં દરિયાઈ રાજ્યોની તમામ હાઈ કોર્ટ પર નૌકાદળનાં ન્યાયક્ષેત્રને પ્રદાન કરવાનો છે. આ ખરડો માર્ચ, ૨૦૧૭માં લોકસભામાં પસાર થયો હતો.કેન્દ્રીય વહાણવટા, માર્ગ પરિવહન અને રાજમાર્ગો તથા રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગૃહમાં ખરડાનું નિરીક્ષણ રજૂ કર્યું હતું, જેમાં આ પ્રકારની ખરડાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૧૨૬ થી ૧૭૭ વર્ષ જૂનાં પાંચ જુદાં જુદાં નૌકાદળનાં કાયદા આ ખરડાથી દૂર કરવામાં આવ્યાં હતાં. આ ખરડો દરિયાઈ દાવાઓ અને દરિયાઈ પૂર્વાધિકારની પ્રાથમિકતા પ્રદાન કરે છે, ત્યારે માલિકો, ચાર્ટર્સ, ઓપરેટર્સ, ક્રૂ મેમ્બર્સ અને સીફેરર્સને એકસાથે સંરક્ષણ પ્રદાન કરે છે. આ ચર્ચા દરમિયાન ગૃહનાં સભ્યોએ તેમના મતો રજૂ કર્યા હતાં અને વિવિધ પ્રશ્રો ઉઠાવ્યાં હતાં, જેનાં મંત્રીએ સંતોષકારક અને તાર્કિક જવાબ આપ્યાં હતાં.
નવા ખરડા મુજબ, તમામ દરિયાઈ રાજ્યોની હાઈ કોર્ટ દરિયાઈ દાવાઓ પર નૌકાદળનાં અધિકારક્ષેત્રનો ઉપયોગ કરશે, જેમાં કેટલાંક પાસાં સામેલ છે, જે અગાઉની જેમ આયાતી ચીજવસ્તુઓ અને માલમત્તા પૂરતાં મર્યાદિત નથી, પણ નાવિકોનાં પગારની ચુકવણી, જીવન ગુમાવવું, બચાવ, માર્ગેજ (ગીરોખત), નુકસાન, સેવા અને રિપેર, વીમો, માલિકી અને પૂર્વાધિકાર, પર્યાવરણને નુકસાનનું જોખમ વગેરે સામેલ છે. અગાઉ બોમ્બે, કલકત્તા અને મદ્રાસની હાઈ કોર્ટ નૌકાદળનું અધિકારક્ષેત્ર જ ધરાવતી હતી, એટલે દેશમાં ૧૨ મોટાં કે ૨૦૦ નાનાં બંદરોમાંથી કોઈ પણ બંદરમાં કેસ થાય, તો ફક્ત આ ત્રણ હાઈ કોર્ટમાં જ કેસની સુનાવણી થઈ શકતી હતી. જોકે નવા ખરડા સાથે તમામ દરિયાઈ રાજ્યોની તમામ હાઈ કોર્ટ હવે નૌકાદળ સાથે સંબંધિત દરિયાઈ કેસ ચલાવી શકશે. વળી આ ખરડો ખોટી અને અનુચિત ધરપકડ સામે સંરક્ષણ પણ પ્રદાન કરે છે અને એક હાઈ કોર્ટમાંથી અન્ય હાઈ કોર્ટમાં કેસને હસ્તાંતરિત કરવા માટેની જોગવાઈ ધરાવે છે.

Related posts

अरुण जेटली की मानहानि वाले मामले में हाई कोर्ट ने केजरीवाल पर लगाया ५ हजार का जुर्माना

aapnugujarat

જગન મોહન રેડ્ડી વડાપ્રધાન મોદીને મળ્યાં : શપથવિધિ સમારોહમાં હાજર રહેવા આમંત્રણ પાઠવ્યું

aapnugujarat

केंद्र के जीएसटी निर्णय पर नाराज सीएम केसीआर ने प्रधानमंत्री मोदी को लिखा पत्र

editor

Leave a Comment

UA-96247877-1