Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મની લોન્ડરિંગ કેસમાં સતત બીજા દિવસે વાઢેરાની કલાકો પુછપરછ

કોંગ્રેસના બે મોટા નેતાઓના સંબંધીઓની આજે લાંબી અને આકરી પુછપરછ કરવામાં આવી હતી. સવારે પુછપરછનો સિલસિલો શરૂ થયા બાદ બપોરે લંચ બ્રેક બાદ પણ આ સિલસિલો જારી રહ્યો હતો. તપાસ સંસ્થા એન્ફોર્સમેન્ટ એજન્સીની ઓફિસમાં પુછપરછ માટે આજે સતત બીજા દિવસે યુપીએના અધ્યક્ષ સોનિાય ગાંધીના જમાઈ રોબર્ટ વાઢેરા ઉપસ્થિત રહ્યા હતા. બીજી બાજુ પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ પણ ઇડી સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. બંનેની કલાકો સુધી જોરદાર અને કઠોર રાઉન્ડની પુછપરછ ચાલી હતી. વાઢેરાની બીજા રાઉન્ડની પુછપરછ થઇ હતી. સવારે બે કલાક પુછપરછ થઇ હતી ત્યારબાદ લંચ બ્રેક બાદ વાઢેરા ફરીવાર અઢી વાગે પુછપરછ માટે ઉપસ્થિત રહ્યા હતા. ગઇકાલે છ કલાક સુધી તેમની પુછપરછ થઇ હતી. ૧૧.૨૫ વાગે મધ્ય દિલ્હીના જામનગર હાઉસમાં ઇડી ઓફિસમાં પહોંચ્યા હતા. તેમની વકીલોની ટીમ એક કલાક પહેલા પહોંચી હતી. સુત્રોએ કહ્યુ છે કે રોબર્ટ વાઢેરાની પાસેથી ઇડીએ તેમની લંડનની પ્રોપર્ટી અંગેની વિગત માંગી છે. સાથે સાથે સંજય ભંડારી નામના કારોબારી સાથે તેમના સંબંધની વિગત પણ માંગવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી વાઢેરાને લઇને પ્રશ્નોના જવાબ આપી રહી નથી. ઇડીએ કહ્યું છે કે, લંડન સ્થિત ફ્લેટને ફરાર ડિફેન્સ ડીલર સંજય ભંડારીએ ૧૬ કરોડ ૮૦ લાખ રૂપિયામાં ખરીદી લીધું હતું. ત્યારબાદ રિટેલ કામગીરી માટે તેના પર ૬૫૯૦૦ પાઉન્ડની રકમ વધારાની ખર્ચ કરવામાં આવી હતી છતાં ભંડારીએ ૨૦ ૧૦માં આજ કિંમત ઉપર તેનું વેચાણ રોબર્ટ વાઢેરાના અંકુશવાળી કંપનીને કરી દીધું હતું. ભંડારીની સામે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ૨૦૧૬માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મની લોન્ડરિંગનો આ મામલો લંડન સ્થિત એક પ્રોપર્ટી સાથે જોડાયેલા છે. વાઢેરાના નજીકના સાથી સુનિલ અરોડાની સામે ઇડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.
આ મામલામાં અરોડાને કોર્ટે ૧૬મી ફેબ્રુઆરી સુધી ધરપકડથી રાહત આપી દીધી છે. આ મામલો લંડનના બાર બ્રાઇન સ્કેવર સ્થિત ૧૭ કરોડ રૂપિયાની એક પ્રોપર્ટીની ખરીદી સાથે સંબંધિત મની લોન્ડરિંગનો કેસ છે. બીજા રાઉન્ડમાં તેમની પુછપરછ શરૂ કરવામાં આવ્યા બાદ રાજકીય ગરમી વધી ગઇ છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિ આઇએનએક્સ મામલામાં ઇડી સમક્ષ હાજર થયા હતા. કાર્તિની પણ કલાકો સુધી પુછપરછ થઇ હતી. કાર્તિ ચિદમ્બરમ ૧૦મી વખત પુછપરછ માટે ઉપસ્થિત રહ્યા હતા. કાર્તિ આઇએનએક્સ મિડિયા લાંચ રૂશ્વત કેસમાં સામેલ રહ્યા છે. તેમના આ કેસમાં કનેક્શન રહ્યા છે. આજે તેઓ ઇડી સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. શુક્રવારના દિવસે તપાસમાં સામેલ થવા ચિદમ્બરમને પણ ઉપસ્થિત થવા કહેવામાં આવ્યું છે. આ જે સમગ્ર દિવસ દરમિયાન કાર્તિની પુછપરછ કરવામાં આવી હતી. ૧૦મી વખત તેમની પુછપરછ થઇ છે. જો કે, પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમમ્બરમની ધરપકડ ન કરવા માટે હાલમાં કોર્ટે આદેશ કર્યો છે. ફેબ્રુઆરી ૨૦૧૮માં કાર્તિ ચિદમ્બરમની સીબીઆઈની ચેન્નાઈ વિમાની મથક ધરપકડ કરવામાં આવી હતી.

Related posts

શેરબજારમાં ઉથલપાથલ રહેવાના સ્પષ્ટ સંકેતો : કારોબારી સાવધાન

aapnugujarat

More Than 900 Dengue Cases Recorded in Telangana

aapnugujarat

सोमवार से शुरु होगा संसद का मानसून सत्र

aapnugujarat

Leave a Comment

UA-96247877-1