Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

શેરબજારમાં ઉથલપાથલ રહેવાના સ્પષ્ટ સંકેતો : કારોબારી સાવધાન

શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં કારોબારી સેશનમાં જુદા જુદા પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે અને હાલ અફડાતફડી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં શેરબજારમાં અભૂતપૂર્વ મંદી જોવા મળી હતી જેમાં ૨૦૦૦ પોઇન્ટથી પણ વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયા બાદ આંશિક રિકવરી રહી હતી. વોલસ્ટ્રીટમાં અભૂતપૂર્વ વેચવાલી, વધતા ફુગાવાને લઇને દહેશત, ઊંચા વ્યાજદર અને અમેરિકામાં યિલ્ડમાં વધારાને લઇને માઠી અસર થઇ હતી. શુક્રવારના દિવસે સેંસેક્સ ૪૦૭ પોઇન્ટ ઘટીને ૩૪૦૦૬ અને નિફ્ટી ઇન્ડેક્સ ૧૨૨ પોઇન્ટ ઘટીને ૧૦૪૫૫ની સપાટીએ રહ્યો હતો. સાપ્તાહિક આધાર પર નિફ્ટીમાં ૨.૮૪ ટકા અને સેંસેક્સમાં ૩.૦૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. બુધવારના દિવસે આરબીઆઈએ નાણાંકીય નીતિ સમીક્ષા જારી કરી હતી જેમાં તટસ્થ વલણ જાળવી રાખવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, શુક્રવારના દિવસે કારોબારના છેલ્લા દિવસે સેંસેક્સ ૪૦૭ પોઇન્ટ ઘટીને ૩૪૦૦૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ ૧૨૧ પોઇન્ટ ઘટીને ૧૦૪૫૪ની સપાટીએ રહ્યો હતો. ગયા ગુરુવારે સાતમી ફેબ્રુઆરીના દિવસે આરબીઆઈની નાણાંકીય નીતિ સમીક્ષાના પરિણામ અને નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ધારણા પ્રમાણે જ ટૂંકાગાળાના ધિરાણદર અથવા તો રેપોરેટને યથાવત છ ટકા જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના નેતૃત્વમાં મોનિટરી પોલિસી કમિટિએ રિવર્સ રેપોરેટ,બેંક રેટ, સીઆરઆરને યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. એમએસએફ અને બેંક રેટ પણ ૬.૨૫ ટકાના દરે યથાવત રાખવામાં આવ્યો હતો. મોંઘવારી વધવાના છ કારણ પણ દર્શાવવામાં આવ્યા હતા. તમામ ચાવીરુપ રેટ યથાવત રાખવામાં આવ્યા હતા. બજેટમાં ગ્રામિણ ક્ષેત્ર માટે લેવામાં આવેલા પગલા અને ફાળવણી સારા સંકેત હોવાની વાત આમા કરવામાં આવી હતી. તેની ડિસેમ્બર સમિક્ષામાં એમપીસીએ કેશ રિઝર્વ રેશિયો અથવા તો સીઆરઆરને યથાવત ચાર ટકા અને રિવર્સ રેપોરેટને પણ યથાવત ૫.૭૫ ટકાના દરે જાળવી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
એસએલઆરને ૧૯.૫ ટકા યથાવત રાખવામાં આવ્યો હતો. પોલિસી સમીક્ષાની બેઠકમાં તમામ પાસાઓ ઉપર વિચારણા કરવામાં આવ્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. અમેરિકા અને એશિયન બજારોમાં સ્થિતિ શું રહે છે તેના ઉપર નજર રહેશે. ત્રિમાસિક ગાળાના પરિણામો પણ જારી કરવામાં આવી રહ્યા છે. બેંક ઓફ ઇન્ડિયા, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રી, ગેઇલ ઇન્ડિયા દ્વારા આવતીકાલે સોમવારના દિવસે ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. ૧૨મી ફેબ્રુઆરીના દિવસે એમબીસીસી, એનએનબીસીના પરિણામ જાહેર કરાશે જ્યારે ૧૩મી ફેબ્રુઆરીના દિવસે ગોદરેજ ઇન્ડસ્ટ્રી, ગ્રાસિમ, જેટએરવેઝ, નેસ્ટલે ઇન્ડિયા, સનફાર્મા, તાતા પાવરના પરિણામ જાહેર કરાશે. ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામોને લઇને ઉત્સુકતા દેખાઈ રહી છે. ડિસેમ્બર આઈઆઈટીના આંકડા, જાન્યુઆરી સીપીઆઈ અને ડબલ્યુપીઆઈના આંકડા પણ જારી કરવામાં આવનાર છે. આવતીકાલે ડિસેમ્બર ૨૦૧૭ માટેના ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા જારી કરવામાં આવશે. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો આંકડો નવેમ્બર ૨૦૧૭માં ૮.૪ ટકા રહ્યો હતો. આવી જ રીતે આવતીકાલે જ જાન્યુઆરી ૨૦૧૮ માટે ખુબ મહત્વપૂર્ણ ગણાતા કન્ઝ્‌યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઈ)ના આંકડા જારી કરવામાં આવનાર છે. સીપીઆઈ ફુગાવો ડિસેમ્બર ૨૦૧૭માં વાર્ષિક આધાર પર ૫.૨૧ ટકા રહ્યો હતો જે ૧૭ મહિનાની ઉંચી સપાટી હતી. આવી જ રીતે જાન્યુઆરી ૨૦૧૮ માટે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ ઉપર આધારિત ફુગાવો બુધવારના દિવસે જારી કરાશે. હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ડિસેમ્બરમાં ૩.૫૮ ટકા હતો. નવેમ્બર મહિનામાં ૩.૯૩ ટકા રહ્યો હતો જ્યારે ગયા વર્‌,ે ડિસેમ્બર ૨.૧ ટકા રહ્યો હતો.

Related posts

દવાના પેકિંગ પર જેનરિક નામ મોટા ફોન્ટમાં છપાશે

aapnugujarat

Nearly 650 govt-employed doctors resign in West Bengal

aapnugujarat

સેન્સેક્સમાં ૧૯૬ પોઈન્ટનો સુધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1