Aapnu Gujarat
ગુજરાત

પાટડીના આદરિયાણા “કોંગ્રેસ ગઢ”માં ગાબડું

ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

હાલ જ્યારે અલગ અલગ પક્ષો આવનાર 2022 ની ચુંટણીમાં કમર કસીને કામે લાગી ગયા છે ત્યારે આદરિયાણા ગામના સરપંચ સહિત 200 કોંગ્રેસના કાર્યકરોએ ભગવો ધારણ કર્યો હતો જેથી ઝાલાવાડના રાજકારણમાં રાજકીય ભૂકંપ ના દ્રશ્યો સર્જાયા હતા જેથી કોંગ્રેસ પક્ષમાં હલચલ મચી જવા પામી છે
દરેક જીલ્લામાં સંગઠનોની રચના કરવામાં આવી રહી છે સંગઠન મજબૂત કરવા કાર્યકરો દ્વારા એડી ચોટીનું જોર લગાવ્યું છે અને લોકો ઉપર વિશ્વાસ ટકાવી રાખવા રાજકીય પક્ષો તોડ જોડની નીતિ અપનાવી રહ્યા છે

સુરેન્દ્રનગર જિલ્લાના સંગઠન ના લોકો અત્યારથી જ તે 2022 ની તૈયારીમાં લાગી ગયા હોય તેવા દ્રશ્યો ઝાલાવાડમાં જોવા મળ્યા હતા,

હાલ ગુજરાત સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસની હાલત બગડી રહી છે જિલ્લા અને તાલુકા નું પ્રદેશ માળખું નબળું પડતું જણાય રહ્યું છે કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તુટે એવી હાલત થઈ છે

ત્યારે કોંગ્રેસમાંથી ભાજપ માં નવા જોડાયેલા કાર્યકરો દ્વારા આગામી આવનાર વિધાનસભામાં એકમેક થઈને કામગીરી કરવા આપના કાર્યકરો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું

Related posts

ભાનુશાળી હત્યામાં છબીલ પટેલ સહિત પ સામે ફરિયાદ

aapnugujarat

સુરતમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી પોતે પણ આપઘાત કર્યો

aapnugujarat

દ.ગુજરાતના ખેડૂતોની દયનીય હાલત, વીજ પૂરવઠો ૧૦ને બદલે ૮ કલાક કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1