સુરતના ઉધના વિસ્તારમાં આવેલા સાઈ જલારામ નગર ખાતે બનેલી આ કરૂણ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારનાં લોકો એક સમય માટે વિચારમાં પડી ગયા હતા. આ વિસ્તારમાં દોઢ મહિના પહેલાં જ રહેવા આવેલા ૨૮ વર્ષીય વિજય ગોહિલ નામના યુવકે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી દીધા હોવાની જાણકારી પડોશીને મળતા તેઓ આ ઘટનાના મામલે પોલીસને જાણ કરી હતી.
ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી તપાસ કરતા યુવકનો મૃતદેહ લટકેલી હાલતમાં હતો. આ સાથે જ યુવકના પગ પાસે એક યુવતીની લાશ પણ મળી આવી હતી. પોલીસે તપાસ શરૂ કરી ત્યારે પોલીસને જાણકારી મળી હતી કે, જે મકાનમાં યુવકનું મૃતદેહ મળી આવ્યો છે તે યુવક દોઢ મહિના પહેલા જ પરિવાર સાથે અહીંયા રહેવા આવ્યો હતો. પરિવાર બહાર જતાં જ યુવાને પોતાની ૧૮ વર્ષની પ્રેમિકાને ઘરે બોલાવી હતી. પ્રેમી યુગલ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા યુવકે યુવતીની હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી દીધો હતો.
આ મામલે યુવક વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી અને યુવકે કરેલા આપઘાતને લઇ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી એફએસએલની મદદથી લઈ આ મામલે આગળ તપાસ શરૂ કરી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ