Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં મિત્રએ કરી મિત્રની હત્યા

અમદાવાદમાં વધુ એક હત્યાનો બનાવો સામે આવ્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખી. બે શખ્શોએ યુવક પર હુમલો કરતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન મોત, મકરસંક્રાંતિના દિવસે એક સામાન્ય બાબતમાં હત્યાનો બનાવો સામે આવતા પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને બે આરોપીઓની ધરપકડ કરી છે.
ઉતરાયણના દિવસે અમદાવાદમાં ફરી લોહિયાળ ખૂની ખેલ ખેલાયો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એકઠા થયેલા મિત્રોએ એક સામાન્ય બોલાચાલીમાં હુમલો કરી હત્યા નીપજાવી છે. જોકે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે હત્યારા બે આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા નિતેશ તિવારીની ઉત્તરાયણના દિવસે મિત્રએ જ હત્યા કરી દીધી હતી. જેસલમેર ખાતે ઇન્ડિયન આર્મીમાં સિપાહી તરીકે ફરજ બજાવતો તેનો મિત્ર મુકેશ ચૌહાણ રજા લઈને તેને મળવા આવ્યો હતો. જેસલમેર થી અમદાવાદ આવીને મુકેશ અમરાઈવાડીમાં નિતેશ તિવારીના ઘરે જ રોકાયો હતો. નિતેશ તિવારી અને તેનો મિત્ર મુકેશ ચૌહાણ સાંજના સમયે મેટ્રો પિલ્લર નંબર ૬૧ ની આસપાસ ચા પાણી પીવા ગયા હતા. જ્યાં નિતેશ તિવારીનો અન્ય મિત્રો અજીત ઉર્ફે હંસરાજ ચૌહાણ અને તુષાર ગુપ્તા પણ ત્યાં ઉભા હતા. નિતેશ તિવારી અને અજીત ચૌહાણની વાતચીત દરમિયાન બોલાચાલી થઈ હતી અને આ બોલાચાલી ઉગ્ર બનતા અજીત ચૌહાણ નિતેશને માર મારવા લગ્યો હતો. જેથી અજીત સાથે રહેલા તેના અન્ય મિત્ર તુષાર ગુપ્તા પણ નીતેશને માર મારવા લાગેલો અને અજીતનું ઉપરાણું લઈ તુષાર ગુપ્તાએ પોતાના પાસે રહેલી છરી થી નિતેશ પર હુમલો કર્યો હતો.
ઇજાગ્રસ્ત નિતેશને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આરોપીઓની પૂછપરછમાં પોલીસ સમક્ષ બતાવાઈ રહ્યુ છે કે, નિતેશ તિવારી તેમજ અજીત વચ્ચે જાતિ વિષયક શબ્દોને લઈને બોલાચાલી થઈ હતી. જેથી અજીત ઉશ્કેરાઈ જઈ નિતેશ પર હુમલો કર્યો હતો. જો કે અજીતની સાથે આવેલો તેનો મિત્ર એ પણ અજીતનો સાથ આપી તેની પાસે રહેલી ચાકુ વડે નિતેશને માર માર્યો હતો. સમગ્ર ઘટના બાદ ફરિયાદના આધારે અમરાઈવાડી પોલીસે અજીત ચૌહાણ તેમજ તુષાર ગુપ્તાની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પકડાયેલા બંને આરોપીઓ ભૂતકાળમાં અનેક ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે અને પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યા છે. બંને આરોપીઓ અગાઉ અમરાઇવાડી અને રામોલ વિસ્તારમાં ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. આરોપી તુષાર સગીર હતો ત્યારે પણ તે એક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. જ્યારે હવે ૧૯ વર્ષનો થતા તેણે હત્યાને પણ અંજામ આપ્યો છે.
હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ખરેખર બોલાચાલીમાં જ આ હત્યા થઈ છે કે હત્યા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પણ વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

नरेंद्र मोदी 30 नवंबर को फिर आ सकते हैं गुजरात

editor

अमराईवाडी में १०० वर्ष पुराना मकान धराशायी : दो की मौत

aapnugujarat

कोर्ट ने धनजी उर्फ ढबुड़ी की जमानत अर्जी को फगाया

aapnugujarat
UA-96247877-1