Aapnu Gujarat
ગુજરાત

ગીર-સોમનાથમા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્નોત્સવ યોજાયો

મહેન્દ્ર ટાંક, ગીર- સોમનાથ

વર્ચ્યુલ માધ્યમથી વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી નો લોકો સાથે સંવાદમુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વના પાંચ વર્ષમા જનહિત ના અનેક કાર્યો કરવામાં આવી રહયા છે. જે અંતગર્ત પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્નોત્સવ કાર્યક્રમ સોમનાથ ખાતે રામમંદિર ઓડેટેરીયમમાં મંત્રીવાસણભાઇ આહીરની અધ્યક્ષતામા યોજાયો હતો.ગીર-સોમનાથ જિલ્લામાં ૧૬૨૫૫૬ પરિવારો રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા અંતર્ગત અનાજ નો લાભ મેળવેલ છે. જેમાં ૩.૫ કિલ્લોગ્રામ ધઉં અને ૧.૫ કિલ્લોગ્રામ ચોખા નું વ્યક્તિદિઠ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
જિલ્લા કક્ષાનો અન્નોત્સવ કાર્યક્રમ સોમનાથ ખાતે તેમજ વેરાવળ શહેરમાં ૫-ઉના શહેર માં -૩ કોડિનાર, તાલાલા શહેરમાં -૨, સુત્રાપાડા શહેર -૧ એમ કુલ-૧૩ શહેરી વિસ્તારમાં સૈાને અન્ન, સૈાને પોષણ કાર્યક્રમો યોજાયા હતા. મંત્રીશ્રી દ્રારા પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવતા કાર્ડધારકોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.પ્રધાન મંત્રી/માન.મુખ્યમંત્રી વચ્યુલ માધ્યમથી જોડાયા હતા.પ્રધાન મંત્રીનરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્નયોજના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો.અને સરકારી યોજનાઓ નો લાભ પૂરેપૂરો મળે છે.કે નહિ તેની જાણકારી મેળવી હતી.મંત્રીવાસણભાઇ આહીરે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય વિકાસની હરફાળ ભરી રહ્યુ છે. છેલ્લા પાંચ વર્ષમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ના નિર્ણાયક નેતત્વમાં ટીમે ગુજરાતે જનહિતલક્ષી નિર્ણયો લઇ તેનુ પરિણામલક્ષી અમલીકરણ કર્યુ છે.રાજ્ય સરકાર દરેક બાબત ની ચિંતા કરે છે.ગરીબોની પીડા સમજે છે.આ સરકાર કર્મ અને સિધ્ધાતં ને વરેલી છે.મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણીએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે આર્થિક સહાય જેવી યોજના પાછળ માત્ર છેલ્લા ૩ વર્ષમાં જ બિન અનામત વર્ગોના ૬૬,૩૫૭ લાભાર્થીને રૂા. ૬૩૮.૨૧ કરોડની સહાય પુરી પાડવામાં આવી છે પુર્વ બીજ નિગમના ચેરમેન રાજશીભાઇ જોટવાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીવિજયભાઇ રૂપાણી પ્રજાલક્ષી યોજનાઓના પરિણામો થકી લોકોના જીવનને યોગ્ય દીશા મળી રહી છે અને અનેક લોકો સફળ અને સમૃધ્ધ જીવન જીવતા થયા છે. જિલ્લા ભાજપ પ્રમુખશ્રી માનસિંગભાઇ પરમારે પ્રાસંગીક પ્રવચનમા યોજના અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. કાર્યક્રમ પ્રારંભે શાબ્દીક સ્વાગત કલેકટર રાજદેવસિંહ ગોહિલે કર્યુ હતુ.આભાર વિધિ પૂરવઠા અધિકારી સુશીલ પરમારે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નિમાવતે કર્યું હતું.આ તકે નગરપાલિકાના પ્રમુખશ્રી પિયુષભાઇ ફોફંડી, ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.જે.ખાચર, નાયબ કલેકટરશ્રી ભાવનાબા ઝાલા, ચીફ ઓફીસરશ્રી જતીન મહેતા, મામલતદાર ચાંડેગરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

बडौदा : पीसीबी ने गिरफ्तार किए ४ बांग्लादेशी लोगों को

aapnugujarat

ग्राहकों को ऑनलाइन शिकायत करने इंतजार करना होगा : रेरा

aapnugujarat

મુખ્‍યમંત્રીશ્રીએ સોલર રૂફટોપ સિસ્‍ટમ માટે સહુથી વધુ અરજીઓ કરનારા  વડોદરાવાસીઓને બિરદાવ્‍યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1