Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા નેત્રહીન પરિવારને અનાજકીટનું વિતરણ

સુરેશ ત્રિવેદી , ભાવનગર

રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા દ્વારા મહિનામાં બીજી વાર ૧૦૦ થી વધુ નેત્રહીન પરિવારને અનાજકીટનું વિતરણ કરાયું. રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખા દ્વારા કોવીડ-૧૯ રીલીફ ફીડીંગ પ્રોગ્રામ અંતર્ગત અક્ષયપાત્રનાં સંપૂર્ણ સહયોગથી ૧૦૦ થી વધુ આજરોજ અનાજકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે એ નોંધવું ઘટે કે રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાએ સતત બીજી વખત ૧૦૦ થી વધુ નેત્રહીન પરિવારને અન્નપૂર્ણાં યોજના અંતર્ગત અનાજકીટનું વિતરણ કરી બેરોજગાર થયેલ નેત્રહીનોને સમાજની મુખ્યધારામાં સ્થાપિત કરવા મહત્વનો દાખલો બેસાડ્યો છે.ઉપરોક્ત મેટર સંસ્થાના સભ્યશ્રીઓ અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને મદદે આવનાર દાતાશ્રીઓ માટે અતિ મહત્વની હોય અને વધુને વધુ દાતા આ સત્કાર્યમાં જોડાય તેવા હેતુસર આપના અતિ પ્રસિદ્ધ માધ્યમમાં વિનામુલ્યે પ્રસિદ્ધ કરવા હાર્દિક અનુરોધ છે

Related posts

નીતા અંબાણી પહોંચ્યાં પૂરગ્રસ્ત બનાસકાંઠા અને પાટણમાં, ખાટલે બેસી શાંતિથી સાંભળી વ્યથા

aapnugujarat

ગ્રામ પંચાયત : ૭૫-૮૦ ટકા ભાજપ સમર્થિત સરપંચ બન્યા

aapnugujarat

આઠ વિધાનસભાની પેટાચૂંટણી માટે બે-બે ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવેલ છે : ભરત પંડ્યા

editor

Leave a Comment

UA-96247877-1