Aapnu Gujarat
ગુજરાત

ચાર માસથી પ્રોહીનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

ઉમેશ ગોરાહવા, બોટાદ

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજયનાંઓ તરફથી રાજયનાં પોલીસ સ્ટેશનનાં ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોક કુમાર સાહેબ તથા જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબે બોટાદ એસ.ઓ.જી. તથા ડિટેક્શનની ટીમને આ ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
ઉપરોક્ત સુચના અન્વયે બોટાદ એસ.ઓ. જી. તથા ડિટેક્શન ટીમનો સ્ટાફ બોટાદ જિલ્લા તેમજ અન્ય જીલ્લાના ગુન્હાઓમાં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન ડિટેક્શન ટીમમાં ફરજ બજાવતા રામદેવસિંહ દેવુભા મોરી નાઓને ચોક્કસ બાતમી મળેલ કે, નાની મોલડી પો.સ્ટેના પ્રોહિબિશનના ગુન્હાના કામે નાસતો-ફરતો આરોપી ભાભલુભાઇ હકુભાઇ ધાધલ રહે.ગોલિડા તા.ચોટીલા વાળો અળવ ફાટક પાસે રોડ ઉપર ઉભો છે. આ અંગે બાતમીવાળી જગ્યાએ આવી નાસતા- ફરતાં આરોપીની તપાસ કરતાં અળવ ફાટક પાસે એક હકીકત મુજબનો ઇસમ ભાભલુભાઇ હકુભાઇ ધાધલ જાતે.કાઠી દરબાર ઉ.વ.આ.૪૨ રહે.ગોલિડા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળો મળી આવતા સ્થાનિક પો.સ્ટે. તપાસ તજવીજ કરતા નાની મોલડી પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૨૧૧૦૫૯૨૧૦૦૩૯/૨૦૨૧ પ્રોહી કલમ ૬૫એ, ૬૫ઇ, ૧૧૬બી મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારૂ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
નાસતા-ફરતાં આરોપીઆ સમગ્ર કામગીરીમાં એસ.ઓ.જી.શાખાનાં પોલીસ ઇન્સ. શ્રી એચ.આર.ગોસ્‍વામી સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી તથા ડિટેક્શન સ્કવોડનાં પો.હેડ કોન્સ. જયેશભાઇ ધીરૂભાઇ તથા હેડ કોન્‍સ શિવરાજભાઇ નકુભાઇ તથા હેડ.કોન્‍સ હિતેષભાઇ તખતસંગભાઇ તથા આર્મ હેડ કોન્સ રામદેવસિંહ મોરી જોડાયેલ હતા

Related posts

“મેન્સ્ટ્રુઅલ કપ્સ” શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરવો? તેના ફાયદા શું છે? જાણો સમગ્ર માહિતી

aapnugujarat

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા દિવાળી પર્વમાં લેવાયેલા ફૂડ સેમ્પલ પૈકી ૧૪ અપ્રમાણિત

aapnugujarat

गुजरात सरकार ने खरीदा १९१ करोड़ का विमान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1