Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા દિવાળી પર્વમાં લેવાયેલા ફૂડ સેમ્પલ પૈકી ૧૪ અપ્રમાણિત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા દિવાળીના પર્વને ધ્યાનમાં લઈને લેવામા આવેલા કુલ ૧૪૩ જેટલા ફૂડ સેમ્પલ પૈકી ૧૪ જેટલા સેમ્પલ અપ્રમાણિત જાહેર કરવામા આવ્યા છે જેમા શંભુના પીઝા સોસને મિસબ્રાન્ડ જાહેર કરવામા આવ્યો છે આ ઉપરાંત મીઠો માવો,ઘી અને ખાટા-મીઠા ચવાણાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થવા પામ્યા છે.આ અંગે મળતી માહિતી અનુસાર,દિવાળીના પર્વને ધ્યાનમા રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ તરફથી શહેરના વિવિધ વિસ્તારોમા આવેલી ફરસાણની દુકાનો અને રેસ્ટોરન્ટ ખાતે કાર્યવાહી કરવામા આવી હતી જે દરમિયાન કુલ મળીને ૧૪૩ ફૂડ સેમ્પલ લેવામા આવ્યા હતા.આ પૈકી ૧૪ સેમ્પલ અપ્રમાણિત જાહેર થવા પામ્યા છે.જ્યારે ૩૭ ના પરિણામ આવવાના બાકી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૧૮ ઓકટોબર સુધીમા કુલ ૧૪૯૪ ફૂડ સેમ્પલ લઈને તેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમા તપાસ માટે મોકલી આપવામા આવ્યા હતા.જે પૈકી ૭૦ મિસબ્રાન્ડ,૭૬ સબ સ્ટાન્ડર્ડ અને પાંચ અનસેફ મળી કુલ ૧૫૧ નમુના અપ્રમાણિત જાહેર કરવામા આવ્યા છે.દરમિયાન શંભુ કોફીબાર ખાતેથી લેવામા આવેલા પીઝા સોસના સેમ્પલને મિસબ્રાન્ડ જાહેર કરાયુ છે આ સાથે મીઠોમાવો,ઘી અને ખાટા-મીઠા ચવાણાના સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર થવા પામ્યા છે.

Related posts

बोपल, घुमा, शेला के निवासी एएमसी के चुनाव में मत देंगे

aapnugujarat

અમદાવાદમાં ૩ વર્ષમાં એક હજાર ઇલેક્ટ્રીક બસ દોડશે

aapnugujarat

નિવૃત્ત કર્મચારી અને પરિજન ચૂંટણીથી દૂર રહેવા ચેતવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1