Aapnu Gujarat
બિઝનેસ

મુકેશ અંબાણીના ડ્રાઇવરનો પગાર વાઇરલ થયો

ભારત હોય કે આખું જગત મુકેશ અંબાણી એવું નામ છે જેનો પર્યાય માત્ર ને માત્ર સફળતાની ટોચને જ ગણવામાં આવે છે. તેમની ગણના ભારતના અમીરોમાં જ નહીં પરંતુ દુનિયાના અમીરોમાં થાય છે. તેમનું ઘર હોય કે ગાડીઓ, દુનિયામાં શ્રેષ્ઠતમની યાદી બનાવવામાં આવે તો તેમના નામનો સમાવેશ કરવો જ પડે. એવું કહેવામાં આવે છે કે મુકેશભાઈ પાસે પોતાના હેલિકોપ્ટર અને ૫૦૦થી વધુ ગાડીઓનો કાફલો છે.મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુખ-સુવિધા હંમેશા ચર્ચામાં રહે છે, પરંતુ છેલ્લા કેટલાક કલાકો દરમિયાન મુકેશભાઈના ડ્રાઇવર વિશે કેટલીક વાતો ઇન્ટરનેટ પર જબરજસ્ત વાઇરલ થઈ છે. સૌથી મોટો એ સવાલ અને તેનો જવાબ વાઇરલ થયો છે કે મુકેશ અંબાણીના ડ્રાઇવરનો પગાર કેટલોહવે મુકેશભાઈનો ડ્રાઇવર હોય એટલે કોઈ સામાન્ય ડ્રાઇવર તો હોય નહીં. તેમના માટે ડ્રાઇવરનું સિલેક્શન જ કેટલું મુશ્કેલ હશે?
અત્યંત મુશ્કેલ કહેવાય તેવી પસંદગીની પ્રક્રિયામાંથી પસંદ કરવામાં આવેલા ડ્રાઇવરની સેલરી પણ એટલી જ જોરદાર હશે ને? તેમના માટે જે ડ્રાઇવર્સ આવે છે તે ડ્રાઇવર માટે એક કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. આ કંપની તેના ડ્રાઇવર્સને સઘન તાલીમ અને શિસ્તની પણ તાલીમ આપે છે. મુશ્કેલીના સમયમાં ડ્રાઇવર કેવી સમયસૂચકતા વાપરી શકે છે તેની પણ તાલીમ ડ્રાઇવરને આપવામાં આવે છે. ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા વીડિયો અને સમાચારોનું માનવામાં આવે તો મુકેશભાઈના ડ્રાઇવરના પગાર બે લાખથી પણ વધુ હોય છે.

Related posts

लॉकडाउन के दौरान शेयर बाजारों में खुदरा निवेशकों की भागीदारी बढ़ी : सेबी

editor

डायग्नोस्टिक्स सेक्टर में धमाल मचाएंगे मुकेश अंबानी

aapnugujarat

RILને પછાડીને SBI સૌથી મોટી નફાકારક કંપની બની ગઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1